જોનુપુરમાં મહારાજગંજ કેવટલી ગામમાં ગતરોજ સવારે ઘરેલું ગેસ સિલિન્ડરના ગળતરના કારણે મોટી દુર્ઘટના બની છે. દૂધ ગરમ કરતી વખતે આગ લાગવાથી પતિ-પત્ની અને તેમના 2 બાળકો સહીત 5 લોકો દાઝી ગયા હતા. આ ઘટનાથી પરિવારમાં કોહરામ મચી ગયો છે. લોકોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સૂચના મળતા પહોંચેલી પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી દાઝી ગયેલા લોકોને હોસ્પિટમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
જયારે પ્રાથમિક તપાસ બાદ ડોક્ટરે પાંચેય લોકોને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરી દીધા હતા. જ્યાં 3 લોકોના મોત થઈ ગયા હતા. તે વિસ્તારના ધારાસભ્ય રમેશ મિશ્ર પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, કેવટલી નિવાસી અખિલેશ વિશ્વકર્માની 28 વર્ષીય પત્ની નીલમ પોતાના ઘરમાં દૂધ ગરમ કરી રહી હતી. તેમના બે બાળક 5 વર્ષનો શિવાંશ અને 3 વર્ષનો યુવરાજ તથા પતિ અખિલેશ ઉંઘી રહ્યા હતા. તે દરમિયાન સિલિન્ડરના પાઈપમાંથી ગેસ ગડતળ થઈ રહ્યો હતો.
તેની જાણકારી નીલમને ન થઈ શકી. તેમણે દૂધ ગરમ કરવા માટે ગેસ ચાલું કરતા જ આગ લાગી ગઈ હતી. આગે તરત જ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. આગ આખા છાપરામાં લાગી ગઈ હતી. તેમાં નીલમ ઉપરાંત પરિવારના અન્ય બધા સદસ્યો દાઝવા લાગ્યા હતા. તેઓની ચીસ સાંભળીને આજુબાજુનાં લોકો એકઠા થઈ ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500