Tapi mitra news:સોનગઢ-લક્કડકોટ રસ્તા ઉપર બનાવવામાં આવેલા બમ્પરો નીચા કરી દુર કરવાની કામગીરી મુદ્દે વિરોધપક્ષના નેતાએ પિત્તો ગુમાવ્યો હતો અને નગરપાલિકાના ગેટની તાળાબંદી કરી હતી. જેને લઇ નગરનું રાજકારણ ગરમાયું છે.
સોનગઢના વાંકવેલ વિસ્તારમાં વાંકવેલ થી મહારાષ્ટ્રના નવાપુરનાં લકકડકોટ સુધી નગરપાલિકા દ્વારા નવો ડામરનો રસ્તો બનાવ્યો છે. અગાઉ અહીં જુનાં રસ્તા ઉપર 11 જેટલાં બમ્પર બનાવાયા હતા. વાંકવેલ થી લકકડકોટ જતાં રસ્તાની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી લકકડકોટ તરફથી નશો કરીને આવતાં લોકો પુર ઝડપે વાહનો હંકારતા હોવાથી અકસ્માત થવાની શકયતા હોય વિપક્ષ કોંગ્રેસના નેતા યોગેશ મરાઠે દ્વારા નગરપાલિકામાં રજુઆત કરી હાલમાં જ 8 જેટલાં બમ્પર મુકાવ્યા હતા આજરોજ કોઈની રજુઆત ને પગલે પાલિકા દ્વારા બમ્પર નીચા કરી દુર કરવાની કામગીરી શરૂ કરી ત્રણ જેટલાં બમ્પર નીચા કરી દેવામાં આવતા યોગેશ મરાઠે દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. વારંવાર ની રજુઆત છતાં લોકોનાં તાત્કાલીક કામ થતાં ન હોય અને પાલીકાએ એક ફરીયાદના આધારે બમ્પર તોડવાની કામગીરી કરતાં યોગેશ મરાઠે દ્વારા વિરોધ વ્યકત કરી નગરપાલિકાના ગેટની તાળાબંધી કરી હતી. અને રોસ વ્યકત કર્યો હતો. થોડીવાર પછી તાળાબંધી દુર કરી, પાલીકા સત્તાધીસો અને વિરોધ પક્ષ વચ્ચે મિટીંગ યોજાઈ હતી. અને ફરી બમ્પર ઉંચા કરવા માટે સમજુતી થતાં મામલો થાળે પડયો હતો. અને પાલીકા દ્વારા ફરી બમ્પર ઉંચા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ વિવાદને પગલે એક બમ્પર ની કામગીરી કરી અધુરુ કામ છોડીને રોડની કામગીરી કરતાં કામદારો જતાં રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application