Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેસ્ટર્ન રેલ્વે સહિત ૧૭ ઝોનલમાં પેસેન્જર ટ્રેનો આવતીકાલથી શરૂ કરવાની રેલવેની તૈયારી

  • June 18, 2020 

Tapi mitra news:પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવાની તૈયારી રેલવેએ શરુ કરી છે. આવતીકાલ તા.૧૯ મીએ સાંજના ચાર કલાકથી આ ટ્રેનો શરૂ કરવા માટે દરેક ઝોનને સુચના આપવામાં આવી છે. જુદા- જુદા મળી ૫૦૮ જેટલી પેસેન્જર ટ્રેનો શરૂ થવા જઈ રહી છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે રેલવે વિભાગ દ્વારા રેલ સેવા સંપૂર્ણપણે અટકાવવામાં આવી હતી. જે હવે અઢી-ત્રણ મહિનાના સમય પછી સામાન્ય પ્રવાસી વર્ગ માટે શરૂ થવા જઇ રહી છે. ટ્રેન સેવા બંધ હોવાને કારણેનોકરિયાત વર્ગને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. લોક ડાઉનના ચોથા તબક્કાની સમાપ્તિ પછી ધીરે-ધીરે વેપાર-ધંધા અને રોજગાર શરૂ થયાં હતાં. પરંતુ સ્ટાફની કમી ઉભી થઈ હતી. ખાસ કરીનેજેઓ અન્ય જિલ્લામાંથી નોકરી રોજગાર માટે જતાં હતાંતેઓ ટ્રેન અને બસ સેવા શરૂ નહીં હોવાને કારણે નીકળી શકતા નહોતા. જોકે રેલવેએ હવે પેસેન્જર ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લીધો હોવાથી નોકરિયાત અને સરકારી કર્મચારીઓને રાહત મળી શકશે. આવતીકાલ તા.૧૯ મીએ સાંજના ચાર કલાકથી આ ટ્રેનો શરૂ કરવા માટે દરેક ઝોનને સુચના આપવામાં આવી છે. જુદા-જુદા મળી ૫૦૮ જેટલી પેસેન્જર ટ્રેનો શરૂ થવા જઈ રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application