Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં બીજા દિવસે ચાઈનાની વસ્તુનો વિરોધ યથાવત:પૂર્વ સૈનિકોએ ચાઇનાના મોબાઇલ સળગાવ્યા

  • June 18, 2020 

Tapi mitra news:ભારત અને ચીન સરહદે હાલ તણાવ ચાલી રહ્ના છે. ચીની સૈનિકોએ ભારતના ૨૦ વિર જવાનોને શહીદ કરી નાંખતા દેશમાં રોષ ફાટી નિકળ્યો છે. ઠેર ઠેર ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગડ્રેગોન અને ચીનના ધ્વજ સળગાવી રોષ કરી રહ્ના છે. સુરતમાં બુધવારે વિવિધ વિસ્તારોમાં લોકોએ ચીનના ધ્વજ અને તેના રાષ્ટ્રપતિનો ફોટો સળગાવી ચીનની પ્રોડકટનો બહિષ્કાર કરી અમુક ચીજો તોડી નાંખી હતી. ગુરૂવારે પણ સુરતમાં વિરોધ યથાવત રહ્યો હતો. પુર્વ સૈનિકોએ આર્ય સમાજ મંદીર ખાતે ભેગા થઇ શહીદોને શ્રધ્ધાંજલી આપી ચાઇના મોબાઇલકેલક્યુલેટરઘડીયાળની હોળી કરી ચાઇનીઝ બનાવટનો વિરોધ કરવાની અપીલ કરી છે. ભારત અને ચીન સરહદે તણાવ સાથે ચીને કરેલી ગદ્દારીના વિરોધમાં સુરતમાં ભારે આક્રોશ છે. બુધવારે  ચાઈનીઝ કંપનીના ટીવી ફોડ્યા બાદ ઠેર ઠેર ચીનના રાષ્ટ્રપતિ અને તેના રાષ્ટ્રપતિ અને રાષ્ટ્ર ધ્વજ સળગાવી રોષ વ્યકત કર્યો હતો. સુરતમાં બીજા દિવસે પણ લોકોમાં રોષ જોવા મળ્યો છે. સુરતના આર્ય સમાજ મંદિર ખાતે પૂર્વ સૈનિકો ભેગા થયા હતા. ભારત, ચીન સરહદ પર શહીદ થયેલા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.ચીન વિરોધી સૂત્રોચ્ચાર કરીને ચાઈના બનાવટના મોબાઈલ, કેલ્ક્યુલેટર અને ઘડિયાળની હોળી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પૂર્વ સૈનિકોએ સુરતીઓને પણ ચાઈનીઝ બનાવટનો વિરોધ કરવા માટે અપીલ કરી હતી. આમ ચીનના વિરોધમાં સુરતીઓમાં ભભુકતો રોષ જાતા આગામી દિવસોમાં


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application