Tapi mitra news:પીપલોદની શારદાયતન સ્કૂલમાં વાલીઓને ઓનલાઇન ભણાવવા પડી રહેલી મુશ્કેલ અને જૂનથી ફી માં અડધી રાહત આપો તો વાલીઓને પણ ઘણી રાહત થાય એમ છે. માંગ સાથે વાલીઓએ સ્કૂલ પર હલ્લા બોલ્લ કર્યું હતું. વાલીઓ એ સવાલ ઉઠાવ્યો હતો કે, અમારે ત્રણ બાળકો છે તો કેવી રીતે ભણશે ? વાલીઓએ રજૂઆત કરી હતી કે, કોવિડ-૧૯ ના કારણે ઘણા ખરા વાલી પોતાના બાળકોની સ્કૂલ ફી પૂરેપરી ફી આર્થિક સંકડામણને કારણ ભરી શકે એમ નથી અને અમારે આપને વિનંતી કરવાને કે અમારા બાળકો વરસોથી આપની શાળામાં અભ્યાસ કરતા આવેલા છે અને એમ પણ વરસોથી સ્કૂલ તરફથી જે પણ ફી મંજૂર કરતા તે ભરતા આવેલા છે અને બીજી કોઈ પણ એક્ટિવિટી કે પ્રોગ્રામે સ્કૂલ કરતી આવી છે.
પીપલોદ વિસ્તારમાં આવેલી શારદાયતન સ્કૂલ દ્વારા ફી મંગાતી હોવાના વિરોધમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શાળા દ્વારા થોડા દિવસો અગાઉ પુસ્તકો આપવામાં આવ્યાં છે. આ પુસ્તકોની સાથે સાથે દરેક વાલીઓને ફી ભરવા અંગે પણ કહેવાયું છે. ત્રણથી ચાર હપ્તામાં શાળાની ફી ભરવા કહેવાયું છે. પ્રથમ સત્રની ફી ભરવા માટે દબાણ કરવામાં આવ્યું છે. જેથી લગભગ ૧૦૦ જેટલા વાલીઓ સ્કૂલ પર પહોંચી ગયા છે અને જ્યાં સુધી સ્કૂલ શરૂ ન થાય ત્યાં સુધી ફી ન ઉધરાવવા નારેબાજી કરી છે. આ વરસે કોવિડ-૧૯ મહામારીને કારણે દરેકની આર્થિક પરિસ્થિતી સારી ન હોય ઘણો નોકરી કરતા વાલીને લોકડાઉન દરમ્યાન અડધો પગાર જ મળ્યો હોય અને વેપાર કરતા વાલીને પણ વેપાર નહિવત હોવાથી ફી ભરવાની તકલીફ પડી શકે એમ છે તો અમે આપને ફરી વિનંતી કરીએ છિએ કે સ્કૂલ તરફથી જો ઓગસ્ટ સુધીની ફીમાં અડધી રાહત કરી આપે તો ઘણા વાલીઓને ઘણી રાહત થાય એમ છે. અને આમ કરવાથી સ્કૂલને કોઈ પણ જાતની ફરકની પડશે કારણકે જૂન થી ઓગસ્ત સુધી સ્કૂલ તો બંધ જ છે કારણ કે ઓનલાઇન ભણવાનું છે. જે ઓનલાઇન ભણાવાનો સમય પણ સ્કૂલ દ્વારા ૮ઃ૧૦ થી ૯ઃ૪૦ જે નક્કી કર્યો છે તે પણ વાલીઓ માટે ઘણો ઓકવર્ડ ટાઇમ છે. જેમાં માતાએ સવારમા ઘરના ઘણા કામ હોય છે અને પિતાએ પણ પોતાની નોકરીનો ટાઇમ હોય છે. તો આ સમયમા બાળકોને ઓનલાઇન ભણાવાનું મુશ્કેલ પડી સકે એમ છે. શાળાના વાલીઓએ જણાવ્યું હતું કે, અમને ફી ભરવામાં કોઈ જ વાંધો નથી. સ્કૂલને ફી આપવી જોઈએ પરંતુ હાલના સમયને જોતા ફી થોડા સમય પછી માંગે એ ઈચ્છનિય છે. સ્કૂલ દ્વારા માર્ચ મહિનાથી જ શિક્ષણકાર્ય બંધ છે. અમે તો અગાઉ આખા વર્ષની ફી ભરી દીધી હતી. હવે નવું સત્ર શરૂ પણ નથી થયું સ્કૂલમાં અને ફી મંગાય છે એ આવા કોરોનાકાળમાં કેટલું યોગ્ય કહેવાય. એટલે અમે વિરોધ પ્રદર્શિત કર્યો છે. વધુમાં જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બાળકોને ઘણા પ્રશ્નો આવે છે કંઈ સમજાતું નથી. એક મોબાઈલમાં બે વિદ્યાર્થી કેવી રીતે ભણી શકે. શિક્ષિકાઓ ઘરેથી જ અભ્યાસ કરાવે છે. સરખું સમજાતું પણ નથી અને વાલીએ પણ સાથે બેસવું પડે છે. શિક્ષકોના પગાર સ્કૂલ દ્વારા ૭૦ ટકા જેટલા કાપી નખાયા છે. એક્ટિવિટીની પણ ફી મંગાય છે. જ્યારે માત્ર ટ્યુશન ફી જ લેવાનું સરકારે કહ્યું છે તેમ છતાં ફીના નામે વાલીઓને હેરાન કરાતા હોવાથી વિરોધ પ્રદર્શિત કર્યો છે. જૂન થી ફીમાં અડધી રાહત આપો તો વાલીઓને પણ ઘણી રાહત થાય એમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application