Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતના કલાકારો માટે આર્થિક સહાય આપવા બાબત રજુઆત કરાઈ

  • June 17, 2020 

હનીફ માંજુ દ્વારા ભરૂચ:સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી વેશ્વિક મહામારી ( COVID - 19 કોરોના વાયરસ ) ના પગલે ભારતમાં પણ લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેને લઈને અનેક ધંધા રોજગાર, વેપાર ઉદ્યોગો બંધ કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા અન્ય વેપાર ઉદ્યોગો માટે આર્થિક પેકેજ અને સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે હાલ અનલોકના તબક્કામાં શરતોને આધીન ધંધા રોજગાર ચાલુ કરવામાં આવ્યા છે. પરંતુ લોકડાઉન તેમજ અનલોક દરમ્યાન ગુજરાતી ફિલ્મ ઉદ્યોગો પર ઘણી મોટી અસર થઈ રહી છે. ઘણા કલાકારો ટેકનીશ્યનો, સાજીંદાઓ લોકડાયરાના નાનાં મોટા કલાકારો, નાટય કલાકારો, ઓગેનાઈઝરો, ઈવેન્ટ સાથે સંકળાયેલા કલાકારો ટેકનીશ્યનો વગેરે બેરોજગાર થયા છે. COVID - 19 કોરોના વાયરસના પગલે હાલ તો કોઈ શુટીંગ કે જાહેર કાર્યક્રમો તેમજ લોકડાયરાની મંજુરી મળે તેવી કોઈ શકયતાઓ નહીંવત દેખાઈ રહી ત્યારે આવા સંજોગોમાં ગુજરાતી કલાક્ષેત્ર સાથે સંકળાયેલા હજારો કલાકારો બેરોજગારી અને આર્થિક પરિસ્થિતીનો સામનો કરી રહયા છે તેઓને આર્થિક સહાય મળે તેવી કલેકટર સમક્ષ આવેદનપત્ર આપી માંગણી કરાઈ હતી. ઉપસ્થિત કલાકારો એ આશા રાખી જણાવ્યું હતું કે કલાકારોની માંગણીને ધ્યાને લઈ કલેકટર શ્રી કલાકારોના હિત માટે યોગ્ય નિર્ણય કરશે તેવું વિનંતી ભર્યું આવેદનપત્ર આપ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application