Tapi mitra news:વાહન ચાલકો પાસે તકડો ટોલ ટેક્સ વસુલ કરતી સોમા આઇસોલેક્સ કંપનીના જવાબદાર અધિકારીઓ વાહન ચાલકોને સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે.
નેશનલ હાઇવે માર્ગ પર જાહેર શૌચાલયોની સફાઇ કે કોઇ દરકાર લેવામા આવતી ન હોય ગંદકી જોવા મળી રહી છે. નિયમિત સફાઇના અભાવે અહી લોકો શૌચાલયનો ઉપયોગ પણ કરી શકતા નથી. સોનગઢ-ઉચ્છલ નેશનલ હાઇવે નંબર 53 પર લોકોના ઉપયોગ માટે બનાવવા માં આવેલ જાહેર શૌચાલયમા ગંદકી ફેલાયેલી જોવા મળી રહી છે. આ શૌચાલયની નિયમિત સફાઇ પણ કરવામા નથી આવતી.શૌચાલયમા ગંદકીના કારણે દુર્ગધ ફેલાઇ રહી હોય અહીથી પસાર થતા રાહદારીઓ-મુસાફરોને પણ હાલાકી પડી રહી છે. શૌચાલયોમા નિયમિત સફાઇ કરવામા આવતી ન હોય આ સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા લોકો ના ઉપયોગ માટે બનાવવામાં આવેલ હાઇવેના જાહેર શૌચાલયોની નિયમિત સફાઇ કરાવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application