Tapi mitra news:રાંદેર ટાઉનના અશફરીયા બિલ્ડીંગમાં ગત મોડી રાત્રે પાણીની ટાંકી અને લાઇટ બંધ હોવાના મુદ્દે રહેવાસીઓ વચ્ચે થયેલા ઝઘડામાં ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કરતા ત્રણથી ચાર જણાને ઇજા થઇ હતી. ઘટનાને પગલે રાંદેર પોલીસ દોડતી થઇ ગઇ હતી અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાંદેરના તાઇવાડા સ્ટ્રીટના અશફરીયા બિલ્ડીંગના ચોથા માળે રહેતા મોહમદ યુનુસ અબ્દુલ સત્તાર છોટાણીના રહેણાંક એપાર્ટમેન્ટમાં પાણીની નવી ટાંકી નાંખ્યા બાદ પાણી ઓછું આવતું હતું અને ગ્રાઉન્ડ ફલોરના પેસેજમાં લાઇટ બંધ હોવાથી એપાર્ટમેન્ટમાં રહેતા અબુબકર હૈદર શા ને ઠપકો આપતા કહ્યું હતું કે તમે શું ધ્યાન આપો છો. આ મુદ્દે તેઓ વચ્ચે ઝઘડો થતા છુટા હાથની મારમારી થઇ હતી. તે દરમ્યાન અબુબકરે લાકડાના ફટકા વડે મોહમદ યુનુસને ડાબા ખભા, હાથ અને ગરદનના ભાગે ઇજા પહોંચાડી હતી. જયારે યુનુસના ભત્રીજા સોહેલ રફીક છોટાણીને મૌલાના હૈદર અશરફશાએ ઢીકમુક્કીનો માર મારવા ઉપરાંત સલીમ જાબીર સૈયદે ચપ્પુ વડે પેટ અને ડાબા હાથમાં તથા ઇબ્રાહીમ સિદ્દાતને સૌકત જાબીર સૈયદે ચપ્પુ વડે ખભા અને પેટમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓનું ટોળું એકઠું થઇ ગયું હતું અને ઇજાગ્રસ્ત ત્રણેયને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટનાની જાણ થતા તુરંત જ રાંદેર પોલીસ દોડી ગઇ હતી અને મૌલાના હૈદર, અબુબકર, સલીમ અને સૌકત વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઉપરાંત ત્રણ યુવકો પર થયેલા હુમલામાં તેમના પરિવારોએ મોડી રાત્રે તાડવાડી વિસ્તારમાં એક વૃધ્ધ માણસને ઘેરી લઇ ઢોર મારમારી બાઇક પર અપહરણ કરી રાંદેર ટાઉનમાં કોઇ ઇરફાન નામના વ્યકિત પાસે લઇ ગયા હોવાનું જાણવા મળ્યુ છે. જા કે આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application