Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પેટ્રોલ ડિઝલના ભાવ વધારાનો ચોક બજાર ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો

  • June 17, 2020 

Tapi mitra news:ગુજરાત સરકાર દ્વારા ટેક્ષમાં બે રૂપિયાનો વધારો કરતાં પેટ્રોલ ડિઝલ મોંઘા થયા છે. જેની સીધી અસર મોંઘવારી પર પડવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડિઝલમાં કરાયેલા ભાવ વધારાનો વિરોધ કરીને ભાજપ સરકાર દ્વારા લોકોના થઈ રહેલા શોષણને ઉજાગર કરવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા કોંગ્રેસના નેતાઓ સહિત કાર્યકરો મળીને આશરે ૬૦ લોકોની અટકાયત કરવામાં આવી છે.સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજી ની પ્રતિમા ચોક બજાર ખાતે ધરણા-વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર કોંગ્રસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રાજય સરકારે પેટ્રોલ-ડિઝલ પર રૂ.૨ નો વધારો કરતા લોકોની હાલત કફોડી બની છે. મોઘવારી અને મંદીના સમયમાં સરકારે લીધેલા નિર્ણય સામે લોકોમાં ભભુકતો રોષ જોવા મળી રહ્યો છે. ભાવ વધારા સામે બુધવારે સુરત કોગ્રેસ દ્વારા ચોકબજાર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના નેતા બાબુભાઈ રાયકાએ જણાવ્યું હતું કેકોરોના મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે એવા સમયે ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવોમાં રોજબરોજ ભાવવધારો કરી રહી છે આ મોંઘવારીનો માર અસહ્ય બનવાનો છે.સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજી ની પ્રતિમા ચોક બજાર ખાતે ધરણા-વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સુરત શહેર કોંગ્રસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ત્યારબાદ અઠવા પોલીસ સ્ટેશન દ્વારા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ રાયકા તથા પાલિકાના વિપક્ષી નેતા પ્રફુલભાઈ તોગડીયા સહિત આશરે ૬૦ થી વધુ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોને વિરોધ પ્રદર્શન વખતે પોલીસ અટકાયત કરવા આવી ત્યારે નેતાઓ અને કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતાં.જેથી પોલીસે તમામને બળપૂર્વક પોલીસ વાનમાં બેસાડતી વખતે નેતાઓ અને કાર્યકરોએ સહયોગ ન આપતાં તમામને ઉંચકીને વાનમાં બેસાડવામાં આવ્યાં હતાં. ત્યારે પણ કોંગીઓ દ્વારા નારેબાજી કરાઈ હતી. જેથી સોશિયલ ડિસ્ટન્સ સાથે શરૂ થયેલા દેખાવમાં અંતે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application