Tapi mitra news:બારડોલી શહેરના શામરિયા મોરા વિસ્તાર તેમજ મઢી ગામમાં શુક્રવારના રોજ 1-1 કેસ સામે આવતા તાલુકામાં કોરોના પોઝિટિવની સંખ્યા 12 પર પહોંચી છે.
બારડોલી તાલુકામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગુરુવારના રોજ તાલુકાનાં મઢી અને સુરાલી ગામમાં એક સાથે 4 કેસ પોઝિટિવ આવ્યા બાદ શુક્રવાર નારોજ મઢીમાં વધુ એક કેસ સામે આવ્યો છે. મઢી અને સુરાલી મળી કુલ કેસોની સંખ્યા 6 થઈ ગઈ છે. મઢીમાં ગત 9મીના રોજ વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેમના પરિવારમાં જ 30 વર્ષીય મહિલાને લક્ષણ જણાતા આરોગ્ય વિભાગ દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં તેને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવતા તેણીને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલના કોવિડ 19 સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. આ ઉપરાંત બારડોલી શહેરમાં પણ શુક્રવારના રોજ કોરોનાનો એક કેસ આવ્યો છે. શામરિયા મોરા વિસ્તારમાં શાકભાજી વેચાણ સાથે સંકળાયેલ 69 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારને તાત્કાલિક ક્લસ્ટર ક્વોરોંટાઇન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. વૃદ્ધ દશેક દિવસ પહેલા સુરત શાકભાજી માર્કેટ ગયા હતા. ત્યારબાદ તેઓ પોતાના ઘરે જ હતા. તેમને લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવતા તેમનો રિપોર્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. વૃદ્ધ શાકભાજી વેચતા હોય વિસ્તારના લોકોમાં પણ ફફડાટ ફેલાય ગયો છે.(સાભર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application