Tapi mitra news:સચીન જીઆઈડીસી રોડ નં-૨ ખાતે આવેલ ખાતાને કોઈ અજાણ્યાએ નિશાન બનાવી ખાતા માંથી લેપટોપ અને રોકડા ૧૫ હજાર મળી કુલ રૂપિયા ૨૨ હજારની મતા ચોરી કરી નાસી ગયો હતો.
સચીન જીઆઈડીસી પોલીસના જણાવ્યા મુજબ સચીન કનકપુર શીતનગર ખાતે રહેતા સંજય શીવમુરતલાલ માથુર (ઉ.વ.૪૧) સચીન જીઆઈડીસી રોડ નં-૨ ખાતે ખાતુ ધરાવે છે,દરમિયાન ગત તારીખ છઠ્ઠી ના રોજ સાંજના છ વાગ્યાથી ૭મીના સવારના દસ વાગ્યાના સમયગાળામાં કોઈ અજાણ્યાએ ખાતાના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસમાં મુકેલ લેપટોપ અને રોકડા ૧૫ હજાર મળી કુલ રૂપિયા ૨૨,૦૦૦ની મતાની ચોરી કરી નાસી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application