Tapi mitra news:વરાછા મીનીબજાર મોહનની ચાલ જાલ્લુ કોમ્પ્લેક્ષમાં આવેલ શક્તિ જેમ્સ નામના કારખાના માંથી મેન્યુફેક્ચરીંગ કરવા માટે કુલ રૂપિયા ૧૪.૮૦ લાખની કિંમતના ૨૫૬.૫૧.૮ કેરેટના ૭૬૪૧ હીરા લીધા બાદ પરત નહી કરી બારોબાર ગીરવે મુકી ઠગાઈ કરનાર કતારગામમાં યુનીટ ધરાવતા બે ભાગીદાર સામે પોલીસમાં ફરિયાદ નોધાઈ છે.
મળતી વિગત મુજબ કતારગામ લેક ગાર્ડનની પાછળ હરીવાધજી ખડકીમાં ઉત્કર્ષ પેલેસમાં રહેતા પિયુષ અર્જુન કાપડીયા વરાછા મીનીબજાર મોહનની ચાલ જાલ્લુ કોમ્પ્લેક્ષમાં ત્રીજા ચોથા માળે શક્તિ જેમ્સ નામના હીરાના કારખાનામાં મેનેજર તરીકે નોકરી કરે છે. પિયુષ કાપડીયાએ ગઈકાલે કતારગામ શક્તિ ખોડીયારનગરમાં હીરા મેન્યુફેકટરીંગ કરવાનું યુનિટ ધરાવતા મુકેશ ઓધવજી ડોબરીયા (રહે,અંબીકાનગર શેરી) અને તેના ભાગીદાર અતુલ સામે ફરિયાદ નોધાવી હતી. જેમાં પિયુષ કાપડીયાએ જણાવ્યું હતું કે આરોપીઓએ ૧૬મી જાન્યુઆરી ૨૦૨૦થી ૧૯મી ફેબ્રુઆરી ૨૦૨૦ના સમયગાળામાં તેમની હીરાના કારખાન માંથી કુલ રૂપિયા ૧૪,૮૦,૦૦૦/- ની કિંમતના હીરા નંગ-૭૬૪૧ જેનું વજન ૨૫૬.૫૧.૮ કેરેટ હીરા મેન્યુફેકચરીંગ હીરા મજુરી ઉપર બનાવવા માટે આપ્યા હતા. દરમિયાન પિયુષ કાપડીયા્એ સમય જતા પરત હીરા માંગતા આરોપીઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને હીરા પરત નહી કરી છેતરપિંડી કરી હતી. વધુમાં સુત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ હીરા બારોબાર ગીરવે મુકી દીધા હતા. આરોપીએ પિયુષભાઈ પાસેથી હીરા મજુરી ઉપર લેવાની સાથે ધંધામાં મદદ કરવા માટે બે તબક્કામાં કુલ ૨.૭૦ લાખ પણ લીધા હતા. મુકેશ ડોબરીયાનું કતારગામ ઉપરાંત મહિસાગર જિલ્લામાં પણ ત્રણ યુનિટ ધરાવે છે. પોલીસે પિયુષ કાપડીયાની ફરિયાદને આધારે આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application