Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓલપાડ તાલુકામાં ૧ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો

  • June 09, 2020 

Tapi mitra  news:સુરત શહેર સહિત જીલ્લામાં બીજા દિવસે મેઘરાજાની પધરામણી યથાવત રહી હતી. સવારથી ધીમી ધારે પડેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અને ઓલપાડમાં સવારના ૬ થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૧ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે. સુરત શહેર સહિત જીલ્લામાં બે દિવસથી મેઘરાજાની ઍન્ટ્રી થઇ છે. જો કે ચોમાસુ હજુ બેઠુ નથી તેવું ફલડ કંટ્રોલ દ્વારા જાણવા મળ્યુ છે. નિસર્ગ વાવાઝોડાની અસરના પગલે સુરત સહિત રાજયમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે સુરત સહિત જીલ્લામાં મેઘરાજાની પધરામણી થઇ છે. રવિવારે સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં દેમાર વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં બે થી ત્રણ ફુટ જેટલા પાણી ભરાઇ ગયા હતા. સુરતમાં લગભગ ત્રણ થી સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. છેલ્લાં બે દિવસથી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ધીમી ધારે પડી રહ્ના છે. અસહ્ના ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. છેલ્લાં ૨૪ કલાક દરમ્યાન બારડોલીમાં ૩ મીમી,કામરેજમાં ૧ મીમી,માંગરોળમાં ૪ મીમી,ઓલપાડમાં ૨૬ મીમી,પલસાણામાં ૩ મીમી,સુરત શહેરમાં ૧૧ મીમી,ચોર્યાસીમાં ૩ મીમી વરસાદ ખાબકયો છે. બાકીના તાલુકા કોરા કટ જાવા મળ્યા છે. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. સવારે પડેલા વરસાદથી લોકોમાં ખુશી જાવા મળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application