Tapi mitra News:બહારગામના છૂટક વેપારીઓઍ ટ્રાન્સપોર્ટર્સને ત્યાં પડેલો ફિનિશ્ડનો જથ્થો હજુ છોડાવ્યો નહીં હોવાથી, સ્થાનિક વેપારીઓની ચિંતા વધી ગઈ છે. વરસાદની સિઝન શરૂ થઈ હોવાથી, પાણીમાં પાર્સલો પલળીને નુકસાન થઈ રહ્યું છે. ટ્રાન્સપોર્ટ પાર્સલોની સલામતીની કોઈ ખાત્રી આપતા નહીં હોવાથી, વેપારીઓ ચિંતિત છે. લોકડાઉન પહેલાં સુરતથી મોટા જથ્થામાં ફિનિશ્ડનો માલ બહારગામ મોકલવામાં આવ્યો હતો. પરંતુ ત્યારબાદ ઍકાઍક લોક ડાઉન જાહેર થતાં, છૂટક વેપારીઓઍ પાર્સલ છોડાવ્યા નહોતો અને તેને કારણે માલ ગોડાઉનોમાં પડી રહ્યો હતો, જે હવે અત્યારે વરસાદમાં પલળી રહ્યો છે અને આ અંગેના વિડીયો પણ વેપારીઓને ગ્રુપમાં ફરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટમાં પાર્સલો બહારગામ મોકલવામાં આવ્યા હોય, અને જો વરસાદી પાણીમાં નુકશાન પામે તો તેની જવાબદારી ટ્રાન્સપોર્ટર્સ ઉઠાવતા નહીં હોવાનો ગણગણાટ છે. આ મુદ્દે વેપારીઓઍ ટ્રાન્સપોર્ટ સાથે ચર્ચા કરીને ઉકેલ લાવવાની હિમાયત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application