Tapi mitra News:ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાના બોર્ડના પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતના ૩૫૦ વિદ્યાર્થીઓઍ ઍ-૧ ગ્રેડ મેળવ્યો છે. સુરતની આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરતી પ્રિયાંશી પ્રવીણ બોરડાઍ ૫૭૩ માર્ક્સ સાથે અ-૧ ગ્રેડ મેળવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગામડે રહેતા શિક્ષક પિતા અને માતાથી છેલ્લા ૮ વર્ષથી દૂર રહેતી પ્રિયાંશી સુરતમાં કાકા સાથે રહી અભ્યાસ કરી રહી છે.
ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ ૨૦૨૦માં લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાના પરિણામમાં સુરત જિલ્લાનું રાજ્યમાં સૌથી વધુ કુલ ૭૪.૬૬ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સુરતી સ્ટુડન્ટસે રાજ્યભરમાં ડંકો વગાડતાં કુલ ૩૫૦ને ઍ-૧ ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. જે પૈકી આશાદીપ સ્કૂલની ત્રણ બ્રાન્ચમાં ટોટલ ૪૩ વિદ્યાર્થીઓ ઍ-૧ ગ્રેડમાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ પૈકી પ્રિયાંશી પ્રવીણ બોરડા પ્રથમ ક્રમે આવી છે. સૌથી વધુ ટકાવારી સાથે પ્રિયાંશીઍ ૫૭૩ માર્ક્સ લાવી ત્રણેય બ્રાન્ચના વિદ્યાર્થીઓને પાછળ મુક્યા છે. મૂળ ધારીયાડા ગામના રહેવાસી પ્રવીણ બોરડા પત્ની સાથે રહે છે અને ગામની જ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જ્યારે પ્રવીણભાઈના બંને સંતાન પ્રિયાંશી અને ઍક પુત્ર છેલ્લા ૮ વર્ષથી માતા-પિતાથી દૂર સુરત કાકા સાથે રહે છે. કાકા સાથે રહી અભ્યાસ કરી રહ્યા છે. પ્રિયાંશી આશાદીપ સ્કૂલમાં અભ્યાસ કરે છે. ૨૦૨૦માં લેવાયેલી ધોરણ ૧૦ની પરિક્ષામાં ટોપ કરવા માટે મહેનત કરી રહી હતી. જેમાં તે સફળ થઈ છે અને ઍ-૧ ગ્રેડ મેળવ્યો છે. પ્રિયાંશીઍ જણાવ્યું હતું કે, મોટો ભાઈ ૨૦૨૦માં લેવાયેલી ધોરણ ૧૨ સાયન્સમાં ૬૫ ટકા સાથે પાસ થયો છે. તે સતત મને પ્રોત્સાહિત કરતો હતો. રોજનું ૧૦ કલાકનું વાંચન કરતી હતી. ઍ-૧ ગ્રેડ મેળવવાની ખુશી વ્યક્ત કરતા પ્રિયાંશીઍ જણાવ્યું હતું કે, હવે આગળ સાયન્સ લઈને નાસામાં જવાની ઈચ્છા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application