Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મન કી બાત માં બોલ્યા વડાપ્રધાન:આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે.

  • May 31, 2020 

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મન કી બાત રેડિયો કાર્યક્રમના 65માં ભાગમાં એકવાર ફરી દેશની જનતાને સંબોધિત કર્યા છે. આજે રવિવાર એટલે કે 31 મે અને લૉકડાઉન 4નો છેલ્લો દિવસ છે. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યુ કે, છેલ્લે જ્યારે મેં તમારી સાથે મન કી બાત કરી હતી, ત્યારે યાત્રી ટ્રેન બંધ હતી, હવાઈ સેવા બંધ હતી. આ વખતે ઘણું ખુલી ગયું છે. શ્રમિક સ્પેશિય ટ્રેન ચાલી રહી છે. અન્ય ટ્રેન પણ શરૂ થઈ ગઈ છે. તમામ સાવધાની સાથે હવાઈ સેવા શરૂ થઈ છે. ધીરે-ધીરે ઉદ્યોગ પણ શરૂ થઈ ગયા છે. એટલે કે હવે અર્થવ્યવસ્થાનો મોટો ભાગ હવે ચાલી પડ્યો છે, ખુલી ગયો છે. તેવામાં આપણે વધુ સતર્ક રહેવાની જરૂર છે. ભારત કોરોના વિરુદ્ધ લડાઈને ખુબ મજબૂતી સાથે લડી રહ્યું છે. જ્યારે આપણે વિશ્વ તરફ જોઈએ તો ખ્યાલ આવે છે કે ભારતવાસિઓની સિદ્ધિ કેટલી મોટી છે. કોરોનાથી થનાર મૃત્યુદર પણ આપણા દેશમાં ઘણો ઓછો છે. જે નુકસાન થયું છે, તેનું દુખ બધાને છે, પરંતુ જે આપણે બચાવી શક્યા, તે ચોક્કસપણે દેશની સામૂહિક સંકલ્પશક્તિનું પરિણામ છે.પીએમે કહ્યુ, તમે જોયું હશે કે બીજાની સેવામાં લાગેલી વ્યક્તિના જીવનમાં, કોઈ ડિપ્રેશન કે તણાવ ક્યારેય જોવા મળતો નથી. તેના જીવનમાં, જીવનને લઈને તેની દ્રષ્ટિમાં, ભરપૂર આત્મવિશ્વાસ, સકારાત્મકતા અને જીવંતતા દરેક ક્ષણે જોવા મળે છે.પીએમે કહ્યુ, તમે જોયું હશે કે બીજાની સેવામાં લાગેલી વ્યક્તિના જીવનમાં, કોઈ ડિપ્રેશન કે તણાવ ક્યારેય જોવા મળતો નથી. આપણા ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, સફાઈકર્મી, પોલીસકર્મી, મીડિયાના સાથે આ બધા જે સેવા કરી રહ્યાં છે, તેની ચર્ચા મેં ઘણીવાર કરી છે. મન કી બાતમાં મેં તેનો ઉલ્લેખ કર્યો છે. સેવામાં પોતાનું બધુ સમર્પિત કરી દેનારા લોકોની સંખ્યા અગણિત છે. દેશના બધા વિસ્તારથી મહિલા સેલ્ફ હેલ્થ ગ્રુપના પરિશ્રમની અગણિત કહાનીઓ આ દિવસોમાં આપણી સામે આવી રહી છે. ગામ, નગરો, આપણી બહેન-પુત્રીઓ, દરરોજ માસ્ક બનાવી રહી છે. તમામ સામાજીક સંસ્થાઓ પણ આ કામમાં તેમનો સહયોગ કરી રહી છે. વધુ એક વાત જો મારા મનને સ્પર્શિ ગઈ, તે છે સંકટના સમયમાં ઇનોવેશન, ગામોથી શહેરો સુધી, નાના વેપારીઓથી સ્ટાર્ટઅપ સુધી, આપણી લેબ્સ કોરોના સામે લડાઈમાં, નવી-નવી રીત શોધી રહી છે, નવા ઇનોવેશન કરી રહી છે. હું સોશિયલ મીડિયા પર ઘણી તસવીર જોઈ રહ્યો હતો. ઘણા દુકાનદારોએ દો ગજ કી દૂરી માટે, દુકાનમાં મોટી પાઇપલાઇન લગાવી દીધી છે, જેમાં એક તરફથી તે પોતાનો સામાન આવે છે અને બીજીતરફથી ગ્રાહક પોતાનો સામાન લઈ લે છે. આપણા દેશમાં કોઈપણ વર્ગ એવો નથી, જે મુશ્કેલીમાં ન હોય અને આ સંકટના સમયમા સૌથી વધુ માર જો કોઈને પડ્યો છે તો આપણા ગરીબ, મજૂર અને શ્રમિક વર્ગને પડ્યો છે. તેમની મુશ્કેલી, તેમનું દર્દ, તેમની પીડાને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં.કોરોના વિરુદ્ધ લડાઈનો આ માર્ગ લાંબો છે. એક એવી આપદા જેનો વિશ્વ પાસે કોઈ ઇલાજ નથી. જેનો ક્યારેય પહેલા અનુભવ નથી. તેના કારણે નવા નવા પડકારો અને મુશ્કેલીનો અનુભવ થઈ રહ્યો છે. આપણી રેલવે રાત દિવસ લાગેલી છે. કેન્દ્ર હોય, રાજ્ય હોય, સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ- દરેક દિવસ-રાત મહેનત કરી રહ્યાં છે. જે પ્રકારે રેલવેના કર્મચારીઓ આજે લાગેલા છે, તે પણ એક પ્રકારથી છેલ્લી લાઇનમાં ઉભેલા કોરોના વોરિયર છે.જે દ્રશ્ય આજે આપણે જોઈ રહ્યાં છીએ, તેથી દેશને ભૂતકાળમાં જે થયું, તેના અવલોકન અને ભવિષ્ય માટે શીખવાનો અવસર પણ મળ્યો છે. આજે આપણા શ્રમિકોની પીડામાં, દેશના પૂર્વી ભાગની પીડા જોઈ શકીએ છીએ. તે પૂર્વી ભાગનો વિકાસ ખુબ જરૂરી છે.આયુષ્માન ભારત યોજના હેઠળ એક કરોડથી વધુ લોકોની સારવાર ફ્રીમાં કરવામાં આવી છે. જળ છે તો જીવન છે, જળ છે તો જવાબદારી પણ છે, આપણે પાણીને બચાવવું પડશે.કોરોના સંકટના આ સમયમાં યોગ આજે પણ તેથી વધુ મહત્વનો છે, કારણ કે આ વાયરસ આપણી respiratory systemને સૌથી વધુ પ્રભાવિત કરે છે. યોગમાં તો respiratory systemને મજબૂત કરનાર ઘણા પ્રાણાયામ છે, જેની અસર આપણે લાંબા સમયથી જોઈ રહ્યાં છીએ. તમારા જીવનમાં યોગને વધારવા માટે આયુષ મંત્રાલયે પણ આ વખતે અનોખો પ્રયોગ કર્યો છે. આયુષ મંત્રાલયે 'My Life, My Yoga' નામથી આંતરરાષ્ટ્રીય વીડિયો બ્લોગ તેની સ્પર્ધા શરૂ કરી છે. ભારત જ નહીં વિશ્વના લોકો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે.દરેક જગ્યાએ લોકો યોગની સાથે-સાથે આયુર્વેદ વિશે પણ જાણવા ઈચ્છી રહ્યાં છે. ઘણા લોકો જેણે ક્યારેય યોગ કર્યો નથી તે ઓનલાઇન યોગા ક્લાસ સાથે જોડાઇ રહ્યાં છે અથવા વીડિયો દ્વારા શીખી રહ્યાં છે.તેમાં ભાગ લેવા માટે તમારે ત્રણ મિનિટનો એક વીડિયો બનાવી અપલોડ કરવાનો રહેશે. આ વીડિયોમાં તમે જે યોગ કે આસન કરો છો, તે કરતા દેખાડવાનું છે અને યોગથી તમારા જીવનમાં જે પરિવર્તન આવ્યું છે, તેના વિશે પણ જણાવવાનું છે.આપણા દેશમાં કરોડો-કરોડો ગરીબ, દાયકાઓથી એક મોટી ચિંતામાં રહે છે કે જો બીમાર પડી ગયા તો શું થશે? આ ચિંતાને દૂર કરવા માટે આશરે દોઢ વર્ષ પહેલા આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા આયુષ્માન લાભાર્થીઓની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application