Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરના ૧૪૨૪ અને જિલ્લાના ૯૭ મળીને કુલ ૧૫૨૧ કેસો નોંધાયા,કુલ ૬૫ દર્દીના મૃત્યુ

  • May 29, 2020 

Tapi mitra news:સુરત મહાનગરપાલિકાના મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૨૮ મેના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશભરમાં કોરોના વાઇરસને કાબુ કરવામાં સુરત શહેરનો રીકવરી રેટ જે ૬૯.૨ ટકા થયો છે. આજે ૨૫ વધુ દર્દીઓ સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૯૮૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. શહેરમાં ગઈકાલે પોઝિટીવ કેસોની સંખ્યા ૧૩૮૦ હતી, જેમાં ૪૪ કેસોનો વધારો થવાથી આજે કુલ ૧૪૨૪ કેસો થયા છે. કુલ ૬૫ દર્દીના મૃત્યુ નોંધાયા છે. થયેલા મૃત્યુમાં ૫૦ ટકા કરતા વધુ વૃદ્ધ દર્દીઓ છે. ૪.૬ ટકા મૃત્યુ દર છે. પોઝિટીવ કેસો પૈકી સૌથી વધુ સુરતના લિંબાયત ઝોનમાંથી આજે કુલ કેસો મળી આવ્યા ૧૪ છે. મ્યુ. કમિશનરશ્રીએ વધુમાં જણાવ્યું કે, આજની સ્થિતિએ ૭૪૦૬ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૫૩૪ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૬૪ લોકો છે. ૧૬૯૭ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૪૦ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ લોકો નિદાન તપાસ માટે જતાં હોવાથી તેની સંખ્યા વધારવામાં આવશે. ૬૦ જેટલી રિક્ષા દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના જણાવ્યા પ્રમાણે કોરોનાના માઈલ્ડ લક્ષણો હોય તો ઘરે પણ સારવાર કરી શકાય છે, અને ઘરે આઈસોલેટ થઈ શકાય છે. ૪૩,૦૦૦ લોકોને આજે હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે.સુરત શહેરના ૧૪૨૪ અને જિલ્લાના ૯૭ મળીને કુલ ૧૫૨૧ કેસો નોંધાયા છે. High light-સુરત જિલ્લામાં આજે વધુ નવો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી: પોઝિટીવ કેસોની સંખ્યા ૯૭ Tapi mitra news:સુરત જિલ્લામાં આજે ૦૯ દર્દી સ્વસ્થ થયા હોવાથી ડિસ્ચાર્જ કરાયા છે. કુલ ૭૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે, સુરત જિલ્લામાં ગત રોજ પોઝિટીવ કેસોની સંખ્યા ૯૭ હતી, જેમાં આજે નવો કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી આજ સુધી કુલ ૯૭ કોરોના પોઝિટીવ કેસો થયા છે. જયારે કુલ ૦૨ દર્દીના મૃત્યુ નોંધાયા છે. કુલ ૯૦૨૦ ટેસ્ટીંગ કરવામાં આવતાં ૯૭ પોઝિટીવ અને ૮૮૪૨ નેગેટીવ કેસો જયારે ૩૬ કેસના રિપોર્ટ પેન્ડિંગ તેમજ ૪૫ રિપીટ સેમ્પલ નોંધાયા છે. ૪૦ એક્ટિવ ક્લસ્ટર જેમાં, બડતલ-સરકુઇ, ખોડાંબા, નસારપુરા, કડોદરા, પાલી (સાંઈભુપત), દિહેણ, પાલી(ડી.એમ.નગર), લાજપોર, ઇચ્છાપોર, વેગી, વરેલી(ગાયત્રી નગર), વરેલી(દત્ત કૃપા), વરેલી(શાંતિ નગર), વરેલી(વ્રજધામ વિસ્તાર), બારડોલી નગર(તાઈવાડ), વિહારા, ચલથાણ, ભટગામ, નવી પારડી, વલથાણ(શિવશક્તિ), નવા ચકરા, શામપુરા, લીંડીયાત, કપ્લેથા, લાજપોર(કોળીવાડ), લાજપોર(પોપડીયુ ફળિયુ), ઇચ્છાપોર(ઘંટી ફળિયુ), લસકાણા, રાજવડ, નનસાડ, કરચેલિયા, વરેલી(મનમંદિર કોમ્પ.), ગંગાધરા(ક્રિષ્ણા વેલી), કરચકા, કોસંબા, વરેલી(પરમહંસ ), સારોલી(નેચર વેલી), વાવ (એસ.આર.પી કેમ્પસ), તરાજ(ખાડી ફળીયુ) લસકાણા (ગોપાલનગર) કન્ટેઈનમેન્ટ કલસ્ટર વિસ્તારનાં કુલ ૧૭૭૪૪ ઘરો અને કુલ વસ્તી ૭૫૨૭૪ જેટલી છે. જેમાં સર્વે અને આરોગ્યની ૧૬૦ ટીમ કાર્યરત છે. નોંધનીય છે કે સુરત જિલ્લામાં ૨૫૧૭ લોકો હોમ કોરન્ટાઇન હતા. આજે ૧૨૯ નવા લોકોનો ઉમેરો થતા કુલ ૨૬૪૬ લોકો હોમ કોરન્ટાઇન છે. જયારે આજે ૧૫૩ લોકોનું હોમ કોરન્ટાઇન પૂર્ણ થતા કુલ ૨૪૯૩ લોકોને હાલ હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application