Tapi mitar News;કોરોના વાયરસના કારણે સરકાર દ્વારા એક પછી એક ચાર લોકડાઉન જાહેર કરવામાં આવ્યા છે. અને હાલ ચોથા લોકડાઉનમાં સરકારે અર્થતંત્રને પાટે ચઢાવવા અનેક ધંધા રોજગારને છુટછાટ આપવામાં આવી છે. પરંતુ સ્પા,બોડી મસાજ,બ્યુટી પાર્લર સહિતના ધંધાઓને સરકારે કોઇપણ જાતની છુટ આપી નથી. તેમ છતાં ગેરકાયદેસર રીતે ચોરી છુપેથી બોડી મસાજ અને સ્પા ચાલુ થઇ ગયા હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. ખાસ કરીને સુરત શહેરમાં ઉમરા પોલીસ મથકની હદમાં સૌથી વધારે બોડી મસાજ અને સ્પાના પાર્લરો આવેલા છે. ઉમરા પોલીસની મહેરબાનીથી લોકડાઉન ચારમાં ગેરકાયદેસર રીતે સ્પા અને બોડી મસાજ પાર્લરો શરૂ થઇ ગયા હોવાની ફરીયાદો મળી છે. ખાસ કરીને વેસુ વીઆપી રોડ,ઉધના મગદલ્લા રોડ,સીટીલાઇટ રોડ વગેરે વિસ્તારમાં સ્પા પાર્લરો શરૂ થયા હોવાનું જાણવા મળ્યુ છે. ખાસ કરીને ઉમરા પોલીસની મહેરબાની અને કેશીયરના ચાર હાથ હોવાનું સામે આવ્યુ છે. જો કોરોના વાયરસનું સંક્રમણ વધે તો એના માટે ઉમરા પોલીસ જવાબદાર ગણાશે એવી ચર્ચાઓ પણ લોકોમાં થઇ રહી છે.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application