Tapi mitra News;તાપી જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઇ ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૨૦ (વિજ્ઞાન પ્રવાહ)ના પરિણામના સાહિત્ય વિતરણની તાલુકાવાર વ્યવસ્થા નિયત કરવામાં આવી છે. જે મુજબ સંબંધિત શાળાઓએ તા.૨૮/૫/૨૦૨૦ના રોજ સવારે ૧૦ વાગ્યે જે તે શાળાના અધિકારપત્ર સાથે ઉપસ્થિત રહી આ સાહિત્ય મેળવી લેવાનું રહેશે.
- વ્યારા, ડોલવણ, વાલોડ તાલુકો :દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય, વ્યારા.
- સોનગઢ તાલુકો : સાર્વજનિક હાઈસ્કૂલ, સોનગઢ
- ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકો : સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, ઉચ્છલ (વિ.પ્ર), મુ.પો. બાબરઘાટ, તા.ઉચ્છલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application