Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલમાં ગરનાળા તૂટી જતા પ્લાસ્ટિક મૂકી ઢાંકી દેવાયુ:તંત્ર રસ્તા ઉપર ધ્યાન આપતું નથી,યુથ કોંગ્રેસનું આવેદન

  • May 21, 2020 

Tapi mitra News;ગ્રામ્ય વિસ્તારમાં અને ત્યાં રહેતા લોકોનો વિકાસ કરવા માટે સરકાર અને સ્થાનિક સત્તાધીશોની મોટી મોટી વાતો માત્ર જુમલે બાજી કરતા હોવાનો અહેસાસ અહીના અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકોને થઈ રહ્યો છે. ગ્રામજનોના ઉપયોગ રસ્તો બનાવવા બે-બે વખત આવેદનપત્ર આપવામાં આવ્યું,એક વખત રસ્તારોકો અંદોલન પણ કરવામાં આવ્યું તેમછતાં તંત્રના પેટનું પાણી હાલત નથી.જાણે ગ્રામજનોની રજૂઆત બહેરાકાને સાંભળતી જ ન હોય, જેને લઈ એકવાર ફરી રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ કરવા મુદ્દે તાપી જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલ તાપી જીલ્લાનું ઉચ્છલ તાલુકાના મામલતદારને આજરોજ આપવામાં આવેલ આવેદનપત્ર મુજબ,નારણપુર ફાટાથી કરોડ સુધીના રસ્તાનું કામ વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી છે, વધુમાં જણાવ્યું હતું કે, નારણપુર સ્ટેટ હાઇવે થી કરોડ સુધીના રસ્તાનું નવીનીકરણની અરજી તા.16/09/2019 તેમજ તા.30/09/2019 નારોજ આપેલ તેમજ યુથ કોંગ્રેસ દ્વારા તા.3/10/2019 ના રોજ રસ્તા રોકો અંદોલન પણ કરેલ જેમાં તંત્રએ 15 દિવસ પછી કામગીરી ચાલુ કરવાની મૌખીક ખાત્રી આપેલ પરંતુ આજદિન સુધી તંત્રના નબળા વહીવટના કારણ કામગીરી કાચબાની ગતિએ થઈ રહી છે, તેમજ તંત્ર રસ્તા ઉપર ધ્યાન આપતું નથી જેથી નવા બનાવેલ ગરનાળા તૂટી ગયેલ છે, અને ઉપરથી પ્લાસ્ટિક મૂકી ઢાંકી દેવાયેલ છે, ચૌમાસુસત્ર નજીક હોવાથી લોકોને અવરજવરમાં તકલીફ ઉભી ના થાય તે માટે તંત્રએ ખાસ રસ્તા પર ધ્યાન આપે.

High light-તા.16/09/2019 તેમજ તા.30/09/2019 નારોજ આપેલ તેમજ યુથ કોંગ્રેસ દ્વારા તા.3/10/2019 ના રોજ રસ્તા રોકો અંદોલન પણ કરેલ જેમાં તંત્રએ 15 દિવસ પછી કામગીરી ચાલુ કરવાની મૌખીક ખાત્રી આપેલ. High light-તંત્રના નબળા વહીવટના કારણ કામગીરી કાચબાની ગતિએ થઈ રહી છે, તેમજ તંત્ર રસ્તા ઉપર ધ્યાન આપતું નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application