Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં "હું પણ કોરોના વોરિયર" અભિયાનનો પ્રારંભ 

  • May 21, 2020 

Tapi mitra News;રાજ્યભરમાં તા.ર૧મી થી તા. ર૭મી મે દરમ્યાન યોજાઇ રહેલા ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાન અંતર્ગત તાપી જિલ્લામાં પણ કલેકટર શ્રી આર.જે.હાલાણીના વડપણ હેઠળ સમાજ અગ્રણીઓના સહયોગથી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જિલ્લાના સંતવર્યો, ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ, વેપાર ઉદ્યોગ અગ્રણીઓ, યુવાઓ, મહિલાઓ સહિત તમામ પ્રજાજનોના સહયોગ સાથે, "કોરોના" સામેના સીધા જંગમાં પ્રત્યેક ગુજરાતી "વોરિયર" બનીને જોડાય, તે માટે જિલ્લાના જનજનને પરિવારના સદસ્યભાવથી કલેકટર શ્રી હાલાણીએ સંવેદનાસભર આહવાન કર્યું છે."કોરોના"નું કાયમી નિદાન નહિ મળે ત્યાં સુધી કોરોના આપણી વચ્ચે જ છે. કોરોના સાથે, કોરોના સામે રક્ષણ મેળવવાની લાંબી લડાઇને સૌએ સાથે મળીને લડવાનું છે. તેમ પણ કલેકટરશ્રીએ જણાવ્યું છે. ‘હું પણ કોરોના વોરિયર’ અભિયાનમાં સૌ સંકલ્પ કરે અને તેનું કાયમી રીતે પાલન કરે તે આવશ્યક છે તેમ જણાવતા શ્રી હાલાણીએ (૧) વડીલો અને બાળકો ઘરમાં જ રહે તેની તકેદારી રાખવા, (૨) માસ્ક પહેર્યા વગર, કારણ વગર ઘર બહાર ન નીકળવા, (૩) ‘દો ગજ કી દૂરી’ : સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા, (૪) તા.રરમી મે એ વડીલોનું સન્માન કરતાં દાદા-દાદી સાથે સેલ્ફી લઇ સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર મુકવા, (૫) અને ડર એ વિકલ્પ નથી, ડર નહિ સાવચેતીનો મંત્ર અપનાવવાનો અનુરોધ કર્યો છે. શ્રી હાલાણીએ અત્યાર સુધી ઘરમાં હતા, સુરક્ષિત હતા. હવે બહાર નીકળવાનું છે ત્યારે તકેદારી રાખી કોરોના સામે જંગ માંડીએ તેમ જણાવતા પ્રજાજનોની જાગૃતિ અર્થે, જિલ્લાના સૌ અગ્રણીઓને તેમનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application