ઉત્તરી ઈરાનમાં આવેલ એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભીષણ આગ લાગવાનાં કારણે 27 લોકોનાં મોત થયા છે. જયારે બીજા 17 લોકો દાઝી ગયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ઈરાનના મીડિયાના કહેવા અનુસાર, ગતરોજ ઉત્તરી ઈરાનના વ્યસન મુક્તિ કેન્દ્રમાં અચાનક આગ ભડકી ઉઠી હતી.
આગ પાછળનુ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યુ નથી પણ તેમાં 27 લોકોના મોત થયા છે. વહેલી સવાર આગ લાગી હોવાથી મોટા ભાગના લોકો સુતેલા હતા અને તેના કારણે તેઓ આગમાં સપડાઈ ગયા હતા. આ એક ખાનગી વ્યસન મુકિત કેન્દ્ર છે. અધિકારીઓના કહેવા પ્રમાણે કેન્દ્રમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને ઈમરજન્સીની સ્થિતિમાં પહોંચી વળવા માટે પૂરતા સાધનો નહોતા. ઈરાનમાં આ પ્રકારે આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. સપ્ટેમ્બરમાં ઈરાનના રક્ષા મંત્રાલય દ્વારા સંચાલિત કાર બેટરી બનાવતી ફેકટરીમાં પણ આ રીતે આગ લાગી હતી. જોકે તે વખતે કોઈનો જીવ નહોતો ગયો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application