Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાણામંત્રી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારત માટે કરી મોટી જાહેરાત:4 વર્ષ માટે મળશે લોન,12 મહિના પછી ચૂકવવાની રહેશ-એક નજર કરીએ કોને શું મળ્યું

  • May 13, 2020 

નવી દિલ્હી:નાણામંત્રી નિર્મલા સીતારમણે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. નણામંત્રીએ કહ્યું કે સમાજના ઘણા વર્ગની બેઠક બાદ આ પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. આ પેકેજ વિકાસને પ્રોત્સાહન આપવા અને આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપવામાં આવ્યું છે. આ પેકેજ પ્રધાનમંત્રીના મંત્ર ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિસ્ટમ, ડેમોગ્રાફી, ડિમાન્ડ પર બનાવવામાં આવ્યું છે. નાણાપ્રધાને કહ્યું હતું કે,MSME આશરે 12 કરોડથી વધુ લોકોને રોજગાર આપે છે. જેથી MSME માટે ત્રણ લાખ કરોડની લોન કોલેટરલ ફ્રી આપવામાં આવશે. જે આ ક્ષેત્ર માટે કુલ લોનના 20 ટકા હશે. આ લોન ચાર વર્ષ માટે હશે. આના પર એક વર્ષનું મોરેટોરિયમ હશે, એટલે કે પહેલા વર્ષે મૂળ મુદ્દલ ચૂકવવું નહીં પડે. એનો લાભ 45 લાખ નાની-મોટી કંપનીઓને મળશે. આના માટે કોઈ ગેરન્ટી આપવાની જરૂર નથી. 25 કરોડ રૂપિયાની લોન એ MSMEને મળશે, જેનું ટર્નઓવર રૂ. 100 કરોડ છે. સરકાર ફંડ્સ ઓફ ફંડ બનાવશે, જેનો હેતુ રૂ. 50,000 કરોડની ઇક્વિટીની વ્યવસ્થા MSME માટે કરવાની છે. આ ફંડસ ઓફ ફંડનું કદ રૂ. 1000 કરોડ હશે. જે MSME, કુટિર ઉદ્યોગ આ સમયે સંકટનો સામનો કરી રહ્યા છે. તેમના માટે રૂ. 20,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમાં આશરે બે લાખ MSME , કુટિર ઉદ્યોગને લાભ મળશે. આમાં બધી NPA અથવા તણાવગ્રસ્ત લોનને પણ આ યોજનાનો લાભ મળશે. સરકાર CGTMSE માટે રૂ. 4000 કરોડ આપવામાં આવશે, જે બેન્કોને આંશિક ગેરન્ટી આપશે. બેન્કો આનો લાભ MSMEsને આપશે. નાણાપ્રધાને કહ્યું હતું કે MSMEની વ્યાખ્યામાં બદલાવ થશે. પહેલાં MSMEનું કદ વધે તો એને છૂટ નહોતી મળતી પણ હવે MSME માટે રોકાણની મર્યાદા વધારવામાં આવી છે. અને તેમનું ટર્નઓવર વધારવામાં આવ્યું છે. હવે રૂ. એક કરોડથી ઓછા રોકાણ કરવાવાળા અને રૂ. પાંચ કરોડના ટર્નઓવરવાળા યુનિટને માઇક્રો કહેવામાં આવશે. MSME માટે પાંચમું પગલું એ છે કે સરકારી ખરીદી માટે રૂ. 200 કરોડ માટે ગ્લોબલ ટેન્ડર નહીં હોય. high light;કોને શું મળ્યું ?? ફટાફટ એક નજર કરીએ...

  1. લોકલ બ્રાન્ડને ગ્લોબલ ઓળખ આપવી પડશે.
  2. જનધન, આધાર અને મોબાઇલથી ગરીબ વર્ગને મોટી રાહત મળી છે.
  3. ડીબીટી દ્વારા લોકોના ખાતામાં સીધા પૈસા પહોંચી રહ્યાં છે, કોઈને બેંક સુધી જવાની જરૂરીયાત નથી.
  4. ઉજ્જવલા યોજનાથી મહિલાઓને મફતમાં ગેસ કનેક્શન મળ્યું છે.
  5. આરબીઆઈએ મધ્યમ વર્ગને લોનમાં રાહત આપી છે.
  6. 30 ટકા લોન લેનાર ગ્રાહકોએ એપ્રિલમાં મોરિટોરિયમ લીધું હતું.
  7. સરકારે પહેલાથી જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજની જાહેરાત કરી છે.
  8. 41 કરોડ બેંક ખાતામાં 43 હજાર કરોડ રૂપિયાથી વધારે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
  9. 71738 મેટ્રિક ટન દાળ  વિતરણ કરવામાં આવી છે.
  10. 18 હજાર કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ કરદાતાઓને આપવામાં આવ્યું છે. તેનાથી 14 હજાર કરોડ કરદાતાઓને લાભ થશે.
  11. કુટીર લઘુ ઉદ્યોગ માટે 6 પગલાં ભરવાની સરકારે જાહેરાત કરી.
  12. MSME માટે 3 લાખ કરોડના પેકેજની જાહેરાત
  13. કોટેજ ઉદ્યોગોને ગીરવે મુક્યા વગર લોન મળશે
  14. કોઈ ગેરેંટી જરૂરી નથી.
  15. 4 વર્ષ માટે મળશે લોન, 12 મહિના પછી ચૂકવવાની રહેશ.
  16. Funds of Fundની સરકારે જોગવાઈ કરી છે.
  17. મુશ્કેલ પરિસ્થિતિમાં MSME માટે વિશેષ યોજના
  18. સરકારે MSMEની પરિભાષાને બદલી
  19. સેવા ક્ષેત્રે કાર્યરત MSME અને મેન્યુફેક્ચરિંગ MSMEને એક સમાન દરજ્જો
  20. એક કરોડના રોકાણ અને પાંચ કરોડના ટર્નઓવરવાળી કંપનીને સૂક્ષ્મ ઉદ્યોગનો દરજ્જો
  21. 10 કરોડના રોકાણ અને 50 કરોડનું ટર્નઓવરવાળી કંપનીને નાના ઉદ્યોગનો દરજ્જો
  22. સંકટમાં ફસાયેલ MSME માટે 20 હજાર કરોડની રાહત
  23. 200 કરોડનું સરકારી ટેન્ડર ગ્લોબર ટેન્ડર નહીં હોય
  24. સરકારી કંપનીઓમાં જે પણ ચુકવણી MSMEની બાકી છે, તે 45 દિવસમાં આપવામાં આવશે.
  25. આ ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓના પીએફ ખાતામાં જેમની સેલેરી 15 હજાર કરતા પણ ઓછી છે તેમના માટે સરકાર આગામી ત્રણ મહિના ફાળો આપશે.
  26. જૂન, જુલાઈ અને ઓગસ્ટ 2020ના 24 ટકા પીએફ ફાળો કર્મચારીઓ અને કંપનીઓનો સરકાર સહન કરશે.
  27. પીએફ ફાળો 12-12 ટકાને બદલે 10-10 ટકા કરાયો છે. જો કે સરકારી કંપનીઓમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.
  28. NBFC માટે 30 હજાર કરોડની લિક્વિડિટી યોજના
  29. પૈસાની તંગીનો સામનો કરી રહેલા NBFCને લોન આપવા માટે સરકાર બાંહેધરી આપશે
  30. વીજળી વિતરણ કંપનીઓને 90 હજાર કરોડનું ફંડ મળશે
  31. પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને REC દ્વારા મળશે આ કંપનીઓને  લોન
  32. આવક રિટર્નને દાખલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર સુધી વધારવામાં આવી છે.
  33. પહેલા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ અને 31 ઓક્ટોબર હતી.
  34. કરદાતાઓને મળી મોટી રાહત
  35. ટીડીએસ રેટમાં 25 ટકાનો ઘટાડો
  36. રેરામાં રજિસ્ટર્ડ પ્રોજેક્ટને 6 મહિનાની રાહત
   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application