Tapi mitra News:સુરત શહેરમાં પરપ્રાંતિયોને વતન મોકલવા માટેની તંત્ર દ્વારા બસ અને ટ્રેનની સુવિધા કરવા છતાં હજુ સુધી મોટાભાગના પરપ્રાંતિયોમાં રોષ જોવા મળી રહ્યો છે. અવાર નવાર ટ્રેનો રદ્દ થવાના કારણે પરપ્રાંતિયોમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત એમપી અને રાજસ્થાનની બોર્ડર સીલ હોવાથી બસ મારફતે પણ લોકો પોતાના વતન જઇ શકતા નથી. તેવા સમયે સચીન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા હજારોની સંખ્યામાં યુપી વાસીઓ ને ટીકીટ અથવા બસ ન મળતા તેઓ અકળાઇ ગયા હતા. ટોળેટોળાં રસ્તા પર ઉમટી પગપાળા માદરે વતન જવા માટે નિકળી પડ્યા હતા. તેવા સમયે રસ્તા પર લોકોની અવર જવર વધુ દેખાતા સચીન જીઆઇડીસી પોલીસ દોડી આવી હતી. પોલીસે પગપાળા જતાં તમામ શ્રમજીવીઓ ને સમજાવીને ઘરે મોકલવાની ફરજ પડી હતી. કલાકોની જહેમત બાદ તમામ શ્રમજીવીઓ ને ઘરે મોકલવામાં પોલીસ સફળ થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application