Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના વાયરસના કહેર વચ્ચે સુરતમાં વધુ ૧૮ કેસ નોધાયા:કુલ ૧,૦૦૨ કેસ

  • May 13, 2020 

Tapi mitra News:સુરત શહેરમાં કોરોના વાયરસના કેસો દિન પ્રતિદીન વધી રહ્યા છે. ત્યારે સુરત મહાનગર પાલિકા દ્વારા હોટ સ્પોટ વિસ્તારમાં પાલિકા દ્વારા સર્વેલન્સની કામગીરી સઘન બનાવવામાં આવી છે. બુધવારે કોરોનાના વધુ ૧૮ કેસો સામે આવ્યા છે. આ સાથે અત્યાર સુધી સુરત શહેરમાં ૯૪૫ કેસો નોધાયા છે. જયારે જીલ્લામાં અત્યાર સુધી ૫૭ કેસો મળી કુલ સુરતમાં ૧,૦૦૨ કેસો નોધાઇ ચુકયા છે. આ ઉપરાંત વધુ એક કોરોના દર્દીનું મોત નિપજયુ છે. આ સાથે કુલ મૃત્યુઆંક ૪૧ પર પહોચ્યો છે. તદ્દપરાંત સુરતથી ભાવનગરના જેસરના ઉગળવા ગામે ગયેલા એક યુવકનો તેમજ હમણાં સુધી ગુજરાતમાં માત્ર અમરેલી જીલ્લો કોરોના મુકત હતો ત્યાં પણ સુરતથી ગયેલા એક વૃધ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. સુરત શહેરમાં કોરોના પોઝીટીવ દર્દીઓ ની સંખ્યામાં વધારો થતાં તંત્ર ચિંતીત દેખાઇ રહ્યું છે. ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં કોરોના પોઝીટીવનો આંકડો ૩૫૨ પર પહોચી જતાં લિંબાયતને કોરોના મુકત કરવા માટે અનેક મહત્વના પગલાઓ લીધા છે. બુધવારે બપોરે સુરતના તમામ હોટ સ્પોટ અને રેડ ઝોન વિસ્તારમાંથી વધુ ૧૮ નવા કેસો મળ્યા છે. આ સાથે સુરત શહેરમાં પોઝીટીવ કેસનો આંક ૯૪૫ પર પહોચી ગયો છે. પાલિકાએ પોઝીટીવ દર્દીના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા તમામને કોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી છે. આમ સુરત જીલ્લામાં ૫૭ કેસો નોધાયા છે. આ સાથે સુરતમાં કુલ કેસની સંખ્યા ૧,૦૦૨ પર પહોચ્યો છે. તેમજ કોરોના વાયરસના કારણે દાખલ થયેલા લિંબાયતના ભાઠેના સ્થિત રઝાનગરમાં રહેતા ૫૪ વર્ષીય અબ્દુલ જલીલ શેખ નામના વ્યકિતનું મોત નિપજ્યુ છે. પાલિકાએ ગાઇડ લાઇન મુજબ કબ્રસ્તાનમાં દફનવિધી કર્યા બાદ ડિસ ઇન્ફેકશનની કામગીરી હાથ ધરાઇ હતી. આ સાથે કુલ મૃત્યુઆંક ૪૧ પર પહોચ્યો છે. તદ્દપરાંત સુરતથી સૌરષ્ટ્ર ગયેલા વ્યકિતઓ માં પણ પોઝીટીવ કેસો સામે આવી રહ્યા છે. જેમાં સુરતથી ભાવનગરના જેસરવા ઉગરવા ગામે ગયેલા ૩૨ વર્ષીય યુવકનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હમણાં સુધી કોરોનાથી બચીને રહેલા અમરેલી જીલ્લો પણ લપેટમાં આવી ગયો છે. સુરતથી ગયેલા અમરેલી તાલુકાના ટીમલા ગામમાં ૭૫ વર્ષીય વૃધ્ધાનો રીપોર્ટ પોઝીટીવ આવતા તાત્કાલ અમરેલીનું ખેડુત તાલીમ કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વૃધ્ધાની તપાસ કરનાર ત્રણ ડોકટરોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application