Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસથી બચવા પોલીસનું જ નકલી આઈકાર્ડ બનાવ્યું, બે ઝડપાયા

  • May 09, 2020 

Tapi mitra News-વરાછા પોલીસે બાઇક પર જતા બે જણાને આંતર્યા હતા. તેઓને ક્યાં જતા હોવાનું પૂછતા બે પૈકી એકે જણાવ્યું કે તે પોલીસકર્મી છે. તેને આઈકાર્ડ પણ બતાવ્યું હતું પરંતુ તે આઈકાર્ડ નકલી નીકળ્યું હતું. વરાછા પોલીસ વૈશાલી ત્રણ રસ્તા પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક બાઇક પર બે જણા જતા હતા. તેમને રોકિને નામ પૂછતા તેઓએ અશોક પોપટ વઘાસીયા અને સંજય ભનુ વઘાસીયા જણાવ્યું હતું. પોલીસે તેમને બે જણા કેમ સાથે જાવો છો અને ક્યાં જાવો છો પુછતા અશોકે જણાવ્યું હતું કે તે પોલીસમાં છે. પોલીસે અશોક પાસે આઈકાર્ડ માંગતા તેને આઈકાર્ડ બતાવ્યું હતું. એસઆરપી નડિયાદનું આઈકાર્ડ હતું. તેમાં એ.પી.સી. લખ્યું હતું.જોકે આઈકાર્ડ પર કોઈ ઇસ્યુ કરનારના સહિસિક્કા ન હતા.તેથી અશોકની સખ્તાઈથી પૂછપરછ કરતા અશોકે સ્વીકારી લીધું કે બોગસ આઈકાર્ડ બનાવીને પોલીસ તરીકે રોફ જમાવતો હતો. તેને પોલીસને જણાવ્યું કે આ લોક ડાઉનમાં કોઈ રોકે તો પોતે પોલીસ છે એવી ખોટી ઓળખ આપતો હતો જેથી તેને જવા દેવાય અને પબ્લીકમાં પોલીસ તરીકે ઓળખ ઉભી કરવા બોગસ આઈ કાર્ડ બનાવ્યું હતું. અશોક જમીન દલાલીનું કામ કરે છે. વરાછા પોલીસે અશોક અને સંજય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application