Tapi mitra News-કોરોના વાયરસને લઇને લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકો પોતાના ઘરમાં રહે છે. સુરત શહેરમાં લોકડાઉન વચ્ચે એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને પોલીસ પણ આશ્રર્યચકિત થઇ ગઇ છે. સુરતના અમરોલી વિસ્તારમાં પરિચિત યુવાને પોણા ત્રણ વર્ષની બાળકીને પોતાના ઘરે લઇ જઇને તેની સાથા શારીરિક અડપલાં કર્યાં હતાં. બાળકી રડવા લગતા નરાધમ તેને છોડી દીધી હતી. બાળકીએ ઘરે આવીને સમગ્ર ઘટના અંગે પરિવારને કહેતા પરિવારે આ મામલે નરાધમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.
કોરોના વાયરસને લઇને લોકડાઉન વચ્ચે પણ ગુનાખોરી વધી રહી છે. સુરતના અમરોલી વિસ્તારમાં ફરી એક એવી ઘટનાં બની છે જે બાદમાં પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. અમરોલી વિસ્તરામાં આવેલા કોસાડ આવાસમાં રહેતી પોણા ત્રણ વર્ષની બાળકીને તેનો પરિચિત યુવાન ચોકલેટ આપવાના બહાને તેના રૂમ પર લઇ ગયો હતો. જે બાદમાં બાળકીના કપડાં ઉતારી તેની સાથે શારીરિક છેડછાડ કરવા લાગ્યો હતો. આ દરમિયાન બાળકી ડરી ગઇ હતી અને રડવા લાગી હતી. જે બાદમાં પકડાઇ જવાના ડરે તેણે બાળકીને મૂકી દીધી હતી. બાળકી રડતાં રડતાં પોતાના ઘરે પહોંચી હતી. બાળકીની માતાએ રડવા અંગે પૂછતા તેણે તેની સાથે બનેલી ઘટના અંગે જાણ કરી હતી. જે બાદમાં પરિવાર આ મામલે અમરોલી પોલીસ મથકે દોડી ગયો હતો અને પરિચિત યુવક વિરુદ્ધ ફરિયાદ આપી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો દાખલ કર્યો છે. યુવકને તેની સામે ફરિયાદ થયાની જાણ થતાં જ તે ફરાર થઇ ગયો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.
high light-નરાધમ યુવક ચોકલેટ આપવાના બહાને બાળકીને તેના ઘરે લઇ ગયો હતો, પકડાઇ જવાના ડરે બાળકીને છોડી દીધી..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application