Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતથી સૌરાષ્ટ્રના લોકોને સિંગલ ભાડામાં એસટી બસમાં લઇ જવામાં આવશે

  • May 06, 2020 

Tapi mitra News-કોરોના વાઇરસના પગલે પર­ાંતિયોને વતન જવા માટે ટ્રેનની સગવડ સરકારે કરી આપી છે ત્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તરગુજરાતના રત્નકલાકારોને સુરતથી મોકલવા માટે એસટી બસની પરવાનગી આપવામાં આવી છે. ગઇકાલે ­પ્રાઇવેટ બસની મંજૂરી અપાયા બાદ સરકાર દ્વારા એસટી બસોને સિંગલ ભાડામાં લોકોને સૌરષ્ટ્ર લઇ જવામાં આવશે તેવો મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં નિર્ણય લીધો હોવાનું રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમારભાઇ કાનાણીએ જણાવ્યું હતું. સુરતથી લોકોને સૌરાષ્ટ્ર લઇ જવા માટે એસટી ડેપોમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એસટી બસોને સેનિટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારના આદેશ મુજબ બસ તૈયાર કરીને મોકલવામાં આવશે. કુમારભાઇ કાનાણીએ જણાવ્યું હતું કે, દિવાળીના સમયે રત્નકલાકારોને વતન જવા માટે સવાયું ભાડું ચુકવવાનું રહેતું હતું. જો  આ વખતે બસમાં મુસાફરોની સંખ્યા ઓછી રખાશે અને સિંગલ ભાડામાં લઇ જવામાં આવશે. બાકીના રૂપિયા રાજ્ય સરકાર ચુકવશે તેવી જાહેરાત કરી હતી. સુરતથી અન્ય જિલ્લામાં જવા ઇચ્છુક વ્યક્તિઓએ ૩૦ વ્યક્તિઓનું ગૃપ બનાવીને સુરત ડેપો પર લીસ્ટ આપવાથી તમામ ­કારની મંજૂરીઓ એસટી વિભાગ દ્વારા લેવામાં આવશે અને સિંગલ ભાડામાં ­વાસીઓને તેમના જિલ્લામાં મુકી આવવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application