Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં વધુ ૧૪ પોઝીટીવ કેસ નોધાયા:કુલ આંક ૭૬૭,શહેરમાં નોધાયેલા કેસોમાં ફકત ૪૦ ટકા કેસો માત્ર લિંબાયત ઝોનમાંથી મળ્યા

  • May 06, 2020 

Tapi mitra News-અમદાવાદ બાદ સુરત શહેરમાં પણ કોરોના વાયરસની સંખ્યા દિન પ્રતિદીન વધી રહી છે. બુધવારે સુરત શહેરમાં વધુ ૧૪ પોઝીટીવ કેસની સાથે કોરોના વાયરસનો આંક ૭૬૭ને પાર કરી ગયો છે. આમ બુધવારે પણ હોટસ્પોટ અને રેડ ઝોન માંથી આ તમામ કેસો મળી આવ્યા છે. સુરત શહેરમાં નોધાયેલા કેસોમાં ફકત ૪૦ ટકા કેસો માત્ર લિંબાયત ઝોનમાંથી મળ્યા છે. જેથી પાલિકાએ સ્લમ વિસ્તારોમાં વધારે ફોકસ કરી કામગીરીને સઘન બનાવી છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં દિવસેને દિવસે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો દેખાતા આ વિસ્તારના અગ્રણીઓ, નેતાઓ, સામાજીક સંસ્થાઓ સાથે મળીને કોરોના વાયરસ સામે કેવી રીતે લડી શકાય તે અંગેની લડત શરૂ કરી છે. જેથી લિંબાયત વિસ્તારમાં સંપુર્ણપણે કોરોના વાયરસ ખતમ થાય તે માટે રાજય સરકાર દ્વારા બે ડોકટરોની ટીમ પણ મોકલવામાં આવી છે. આ ડોકટરોની ટીમ સ્લમ વિસ્તારમાં કાર્ય કરશે. હોટસ્પોટ અને રેડ ઝોન વિસ્તારમાંથી ૧૪ જેટલાં પોઝીટીવ કેસોના દર્દીઓ મળી આવતા તંત્રએ તેઓને સારવાર અર્થે સિવીલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડ્યા છે. આ સાથે કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૭૬૭ પર પહોચી ગઇ છે. પાલિકાએ પોઝીટીવ દર્દઓ ના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા તમામને કોરોન્ટાઇન કરવાની કામગીરી શરૂ કરી છે. આમ સુરત શહેરમાં અત્યાર સુધી ૭૨૭ અને જીલ્લાના ૪૦ મળી કુલ ૭૬૭ પોઝીટીવ સંખ્યા પહોચી છે. અત્યાર સુધી ૩૩ વ્યકિતઓ મોતને ભેટી ચુકયા છે. ૩૦૩ વ્યકિતઓને રજા આપવામાં આવી છે. પાલિકા દ્વારા હજુ પણ સ્લમ વિસ્તારો પર ફોકસ કરીને સેમ્પલ મારફતે એ.આર.આઇ. ના કેસો શોધવાની કામગીરી વધુ ઝડપી કરી છે. પાંચમા રાઉન્ડનું ડોર ટુ ડોર સર્વેમાં પણ વધારે ટીમો ઉતારવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application