Tapi mitra News-સુરત શહેરમાં કોરોના વાયરસના પોઝીટીવ દર્દીઓની સંખ્યા રોજેરોજ વધી રહી છે. ખાસ કરીને સ્લમ વિસ્તારોમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. લિંબાયત ઝોનમાં લગભગ ૨૬૧થી વધુ દર્દીઓ નોધાયા છે.ત્યારબાદ વરાછા , કતારગામ અને ઉધના વિસ્તારમાં સૌથી વધુ કેસો જાવા મળી રહ્ના છે. ઉધનામાં પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૬૧ પર પહોચી જવા પામી છે. જેના કારણે પોલીસ તંત્ર દ્વારા ઉધનામાં પોઝીટીવ સંખ્યા અટકાવવા માટે મંગળવારથી લિંબાયત અને ઉધનાને જોડતુ રેલ્વે ગરનાળુ અને ડિંડોલી અને ઉધનાને જોડતુ બીજી ગરનાળુ બંધ કરી દેવામાં આવ્યુ છે. અને વિસ્તારના લોકોને અવર જવર માટે ડિંડોલી વિસ્તારમાં રહેતા લોકોને પ્રમુખ પાર્કનો બ્રિજ અને પાંડેસરા , લિંબાયતમાં રહેતા લોકો માટે ભાઠેના થઇને પરવટ ગામનો બ્રિજ ચાલુ રાખવામાં આવ્યો છે. જેથી લોકો હવે અહીથી અવર જવર કરી શકશે. સોમવારે પોલીસ કમિશ્નર દ્વારા આ ગરનાળામાંથી પસાર થતી વખતે ભરપુર ટ્રાફીક જાતા તાત્કાલિક નિર્ણય લેવાયો હતો. જેના ભાગરૂપે મંગળવારથી રેલ્વે ગરનાળા બંને બાજુ આડાશ મુકી બંધ કરવામાં આવ્યા છે. ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રેલ્વે ગરનાળુ બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવાની ફરજ પડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application