Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરમાં વધુ ૧૭ પોઝીટીવ કેસ નોધાયા:કોરોના વાયરસનો આંક ૭૩૬ ને પાર કરી ગયો

  • May 05, 2020 

Tapi mitra News-અમદાવાદ બાદ સુરત શહેરમાં પણ કોરોના વાયરસની સંખ્યા દિન પ્રતિદીન વધી રહી છે. મંગળવારે સુરત શહેરમાં વધુ ૧૭ પોઝીટીવ કેસની સાથે કોરોના વાયરસનો આંક ૭૩૬ને પાર કરી ગયો છે. જેમાં ભેસાણ વિસ્તારમાં બે પોઝીટીવ કેસ પણ નોધાયા છે. આ પોઝીટીવ દર્દીઓમાં સી.એસ.સી. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના ડોકટર અને પટાવાળો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં દિવસેને દિવસે કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યામાં વધારો દેખાતા આ વિસ્તારના અગ્રણીઓ, નેતાઓ, સામાજીક સંસ્થાઓ સાથે મળીને કોરોના વાયરસ સામે કેવી રીતે લડી શકાય તે અંગેની લડત શરૂ કરી છે. જેથી લિંબાયત વિસ્તારમાં સંપુર્ણપણે કોરોના વાયરસ ખતમ થાય તે માટે રાજય સરકાર દ્વારા બે ડોકટરોની ટીમ પણ મોકલવામાં આવી છે. આ ડોકટરોની ટીમ સ્લમ વિસ્તારમાં કાર્ય કરશે. આ ઉપરાંત પાલિકાની ૯૦૦ ઉપરાંત વધારાની ૧૦૦ ટીમ પણ કામે લાગી છે. તે દરમ્યાન મંગળવારે પણ કોરોના વાયરસના કેસો સામે આવ્યા છે. હોટસ્પોટ અને રેડ ઝોન વિસ્તારમાંથી ૧૭ જેટલાં પોઝીટીવ કેસોના દર્દીઓ મળી આવતા તંત્રએ તેઓને સારવાર અર્થે સિવીલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડ્યા છે. આ સાથે કુલ પોઝીટીવ કેસની સંખ્યા ૭૩૬ પર પહોચી ગઇ છે. પાલિકાએ પોઝીટીવ દર્દીઓના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા તમામને કોરોન્ટાઇન કરવાની કામગીરી શરૂ કરી છે. જેમાં ભેસાણ વિસ્તારના બે કેસનો સમાવેશ થાય છે. તેમજ સી.એચ.સી. કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના ડોકટર અને પટાવાળો પણ કોરોનાની ઝપેટમાં આવતા સિવીલમાં દાખલ કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application