Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકડાઉનમાં પણ માથાભારે તત્વોનો આતંક,પાંડેસરામાં ખંડણી માંગી મારી નાંખવાની ધમકી આપી

  • May 03, 2020 

Tapi mitra News-પાંડેસરાના ગુલશન નગરમાં પાંચથી છ માથાભારે યુવાનોએ તું દારૂનું વેચાણ કરે છે અને અમે આ વિસ્તારના ડોન છીએ એમ કહી ખંડણી પેટે રૂ. ૫ હજારની માંગણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પાંડેસરા પોલીસ મથકમાં પહોંચ્યો છે. લોકડાઉન અંતર્ગત પણ માથાભારે તત્વોએ પાંડેસરા વિસ્તારને બાનમાં લીધો છે. જે અંતર્ગત પાંડેસરા ગુલશન નગરમાં ઘર નં. ૭૬માં રહેતો અને અગાઉ દારૂનો ધંધો કરતા ૩૨ વર્ષીય શંકર કાલીચરણ પંડા પત્ની , પુત્ર અને સાળા શરદચંદ્ર સાથે ઘરે હતો. દરમ્યાનમાં બપોરના અરસામાં સ્થાનિક ગધાનગરમાં રહેતા પિન્ટુ, બંટી અને ગોરિયા સહિત પાંચથી છ જણા ત્રણ મોટરસાઇકલ પર ઘસી આવ્યા હતા અને શંકરને ઘરની બહાર બોલાવી તુજે હમ સબકો પાંચ હજાર રૂપિયા દેના પડેગા. જેથી શંકરે પૈસા આપવાનો ઇન્કાર કરતા પિન્ટુ, બંટી અને ગોરિયાએ કહ્યું હતું કે તું યહાં દારૂકા ધંધા કરતા હૈ ઓર હમ યહાં કે ડોન હૈ. અગર તુને પૈસા નહિ દિયા તો ઇસકા પરિણામ અચ્છા નહિ હોગા. એમ કહી સાંજે પૈસા તૈયાર રાખવાનું કહી ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ ઉપરોકત પાંચેય જણા સાંજે પરત આવ્યા હતા અને ખંડણી પેટે રૂ. ૫ હજારની માંગણી કરી હતી. પરંતુ ત્યારે પણ શંકરે પૈસા આપવાનો ઇન્કાર કર્યો હતો. જેથી જાનથી મારી નાંખવાની ધમકી આપી તમામ ચાલ્યા ગયા હતા. ઉલ્લેખનીય છે કે પિન્ટુ અને ગોરિયો અગાઉ લુંટ, મારામારીના ગુનામાં ઝડપાયેલા રીઢા ગુનેગાર છે અને પાસા હેઠળ જેલવાસ પણ ભોગવી ચુકયા છે અને દોઢ-બે મહિના અગાઉ જ જેલમાંથી મુક્ત થયા છે. શંકર અગાઉ દારૂનો ધંધો કરતો હતો અને પિન્ટુ , ગોરિયો અને બંટી આ તમામ તેના મિત્રો છે. પાંડેસરા પોલીસે પિન્ટુ , બંટી અને ગોરિયા સહિત પાંચથી છ વિરૂધ્ધ ખંડણીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application