Tapi mitra News-લોકડાઉનમાં જુગાર રમવાના બનાવો વધી રહ્યા છે. સુરતના પુણા વિસ્તારની કલ્યાણ નગર સોસાયટીના એક ઘરના ધાબા ઉપર જુગાર રમતા ૬ યુવાનોને પુણા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂ.૨૧,૯૪૦, ૮ મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી કુલ રૂ.૧.૦૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
પુણા પોલીસે મળેલી બાતમીના આધારે અરસામાં કલ્યાણ નગર સોસાયટી ઘર નં.૧૩૯ ના ધાબા ઉપર છાપો મારી ત્યાં જુગાર રમતા પંડીત પાન પાર્લરના માલિક રમેશભાઈ શંભુભાઈ માવાણી , મનીષ બાબુભાઈ સાકરીયા , મા ક્રીએશનના નામે એમ્બ્રોઇડરી વર્કનું કામ કરતા ખુશાલ જગદીશભાઈ સાકરીયા , રત્નકલાકાર જયદીપ પ્રભુભાઈ સાકરીયા , હિંગળાજ ચિલ્ડ્રન વેરના માલિક વિકાસ વિજયભાઈ કુકણા અને દવાની કંપનીમા નોકરી કરતા તરૂણ મહેશભાઈ ગધેસરીયાને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.૨૧,૯૪૦ , ૮ મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી કુલ રૂ.૧.૦૫ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ઉપરાંત, પોલીસે તમામ વિરૂદ્ધ સોશ્યલ ડિસ્ટનસીંગનો અમલ નહીં કરી લોકડાઉન ભંગનો પણ અલગ ગુનો નોંધી તમામની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500