Tapi mitra News-હીરા ઉદ્યોગકારો પોતાના નિકાસ કામકાજ ધીમે ધીમે શરૂ કરી શકે તે માટે કસ્ટમ સાથે મળીને સુરતથી પાર્સલોના ક્લિયરન્સની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં સુરતથી હીરાના પાર્સલો મુંબઇ અને ત્યાંથી હોંગકોંગ મોકલવામાં આવી રહયાં છે. મુંબઈથી હોંગકોંગ અંદાજે રૂ. ૬૦૦ કરોડનો માલ મોકલવામાં આવ્યો છે.
મુંબઈ કસ્ટમ વિભાગ બંધ હોવાથી જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની વિનંતીથી સુરત કસ્ટમ્સ ચાલુ કરાવવામાં આવ્યું છે. ગતરોજ સુરત હીરા બુર્સમાં ૧૭ જેટલા પાર્સલોના નિકાસની પ્રોસેસ પૂરી કરવામાં આવી હતી, જે હોંગકોંગ માટે રવાના કરાયા હતા, એમ કાઉન્સિલના દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું. કસ્ટમ વિભાગના અધિકારીઓની મદદથી મુંબઇથી ચાર્ટર ફલાઇટમાં હીરાના પાર્સલો સુરત કસ્ટમ ખાતે મંગાવવામાં આવી રહયાં છે. સુરતમાં કસ્ટમની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને હીરાના પાર્સલો ચાર્ટર ફલાઇટથી મુંબઇ એરપોર્ટ હેન્ડઓવર કરવામાં આવે છે. ત્યારબાદ હોંગકોંગ માટે મુંબઇથી ઉપડતી ફલાઇટમાં હીરાના પાર્સલો ચઢાવવામાં આવી રહયાં છે. અત્યારે હોંગકોંગનું એકમાત્ર ઇન્ટરનેશનલ માર્કેટ ખુલ્લુ કરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application