Tapi mitra News-સુરતમાં લોકડાઉનમાં સક્રિય થયેલા બે મોબાઈલ સ્નેચર્સને સલાબતપુરા પોલીસે ઝડપીને પુણા પોલીસને સોંપ્યા હતા. ગત રવિવારે જ મોબાઈલ સ્નેચર્સે પુણા સમ્રાટ સ્કૂલ નજીક એક યુવાનના હાથમાંથી મોબાઈલ ફોન ઝુંટવી લીધો હતો. લોકડાઉન જાહેર થયા બાદ સુરતમાં રોજબરોજ જોવા મળતા મોબાઈલ સ્નેચીંગ જેવા ઘણા ગુનાઓ બનતા અટકી ગયા હતા. જોકે, મોબાઈલ સ્નેચર્સ ફરી સક્રિય થયા હતા અને ગત રવિવારે વહેલી સવારે સરદાર માર્કેટમાંથી ફ્રૂટ ખરીદી લીંબાયત આંબેડકરનગરમાં રહેતો યુવાન ગૌતમ ભીમરાવભાઈ પાટોડી ચાલતો ચાલતો પુણા સમ્રાટ સ્કૂલ નજીક મમ્મી સાથે ફોન ઉપર વાત કરતો જતો હતો ત્યારે નંબર વિનાની મોટરસાયકલ ઉપર આવેલા ત્રણ અજાણ્યા તેના હાથમાંથી રૂ.૫૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન આંચકી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે ગૌતમભાઈએપુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. ડી.બી.રાઓલે વધુ તપાસ હાથ ધરી હતી.ગતરોજ સલાબતપુરા પોલીસે મોબાઈલ સ્નેચીંગની આ ઘટનામાં સામેલ મજૂરી કામ કરતા મોહમદઅલી ઉર્ફે ઇમરાનઅલી સમશેરઅલી સૈયદ તથા રિઝવાનખાન ઉર્ફે બબ્બુ આસીફખાન પઠાણ ને બાતમીના આધારે લીંબાયત વિસ્તારમાંથી ઝડપી પાડી પુણા પોલીસને સોંપતા પુણા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application