ઉત્તરાખંડમાં હરિદ્વારના લાલઢાંગથી બીરોંખાલ ખાતેના કાંડા તલ્લા ગામ જઈ રહેલી જાનૈયાઓથી ભરેલી બસ સિમડી નજીક અનિયંત્રિત થઈને ઉંડી ખાઈમાં ખાબકી હતી. આ બસ દુર્ઘટનામાં 25 લોકોની મૃત્યુ થઈ ગયા છે અને 21 જેટલા ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાક ઘાયલ લોકોની હાલત નાજુક હોવાથી મૃતકોની સંખ્યા વધી શકે છે. આ સમગ્ર ઘટનાક્રમને પોતાની આંખે જોનાર વરરાજાના કાર ચાલક ધર્મેન્દ્ર ઉપાધ્યાય દુર્ઘટનાનો ઉલ્લેખ કરતા કંપી ગયા હતા.
તેમણે જણાવ્યું હતું કે, ગાડીની આગળ સાંપ આવી જવાથી મે બ્રેક મારી દીધી હતી. ત્યારબાદ મારી કારને ઓવરટેક કરીને આગળ નીકળેલી જાનૈયાઓની બસ ખાઈમાં ખાબકી હતી. બસ આખરે કેવી રીતે પડી તે મને સમઝાયું નહી. મંગળવારના રોજ ધર્મેન્દ્ર ઉપાધ્યાય જે લાલઢાંગના રહેવાસી છે અને વ્યવસાયે ટેક્સી ચાલક છે. તેઓ પોતાની ગાડીમાં વરરાજા, તેની બહેન, તેની ભાભી અને પંડિતને લઈને રવાના થયા હતા. તેમની ગાડીની પાછળ જાનૈયાઓથી ભરેલી બસ ચાલી રહી હતી.
જોકે ધર્મેન્દ્ર જેવા કાંડા તલ્લા ગામેથી આશરે 1 કિલોમીટર પહોંચ્યા તેમની કારની સામે એક સાપ આવી ગયો હતો. સાપને બચાવવા માટે તેમણે પોતાની ગાડીને બ્રેક મારી હતી. તેમની ગાડી પાછળ આવી રહેલા બસ ચાલકે બ્રેક મારવાના કારણે ઓવરટેક કરીને બસ આગળ ચલાવી હતી. ત્યારબાદ થોડીક જડ સેકન્ડમાં 500 મીટર આગળ ચાલીને બસ નીચે ઉંડી ખાઈમાં જઈને પડી ગઈ હતી. આ જોઈને તેમની સાથે કારમાં મુસાફરી કરી રહેલા વરરાજા, તેમની બહેન, ભાભી અને પંડિત ધ્રુજી ગયા હતા. તેઓ તાત્કાલિક ગાડીમાંથી ઉતરીને નીચે જોવા લાગ્યા હતા.
પરંતુ કંઈ દેખાતું નહોતું માત્ર ચીસો પાડવાના અવાજો આવી રહ્યા હતા. ધુમાકોટ ક્ષેત્રમાં બીરોખાલનાં સિમડી ગામમાં થયેલી બસ દુર્ઘટના બાદ રાહત અને બચાવ ટીમ ફરીથી એક વખત વહેલી સવારે બચાવ કાર્યમાં લાગી ગઈ છે. DM વિજય કુમાર જોગદંડે અને SSP યસવંત સિંહ ચૌહાણ ગતરોજ રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. DMનાં નિર્દેશો બાદ IRS સાથે જોડાયેલા તમામ અધિકારીઓને ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવ્યા છે.
જેમાં આરોગ્ય, પીવાના પાણી, ખાદ્ય પુરવઠા, પોલીસ, માહિતી વગેરે વિભાગો દ્વારા સ્થળ ઉપર જ જરૂરી વ્યવસ્થા કરવાના હેતુથી તૈનાત કરવામાં આવ્યા છે. મોડી રાત સુધી ચાલેલા બચાવ કાર્ય બાદ રેસ્ક્યુ ટીમ ફરી એકવાર બચાવ કાર્યમાં લાગી ગઈ છે. જોકે મોડી રાત સુધી રેસ્ક્યુ ટીમે 21 લોકોને બચાવીને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ દુર્ઘટનામાં 25 લોકોની મૃત્યુ થઈ ચૂકી છે. પહાડોમાં મોટાભાગના રસ્તાઓ સાંકડા અને ખરાબ હાલતમાં છે. રસ્તાઓ ઉપર સુરક્ષાની કોઈ વ્યવ્સ્થા નથી.
જયારે અનેક માર્ગો ઉપર ખાડા પડી ગયા છે. કેટલાક રસ્તાઓ એવા પણ છે જે RTOની નજીક પણ નથી. વાહનો પણ તેમના ઉપર મુસાફરોને લઈ જતા હોય છે. રસ્તાઓ ઉપર સલામતીને ધ્યાનમાં રાખીને પેરાફિટ પણ નથી બનાવાયા. દૈનિક બસ સેવાઓના અભાવે અનેક રૂટો ઉપર ઓવરલોડ વાહનો દોડી રહ્યા છે. જોકે ગત તા.4 જૂન 2022નાં રોજ યમુનોત્રી હાઈવે ઉપર એક અકસ્માતમાં 26 ચારધામ યાત્રીઓના મૃત્યુ થયા હતા.
મુખ્યમંત્રી પુષ્કર ધામીએ પૌડીમાં બસ ઉંડી ખીણમાં ખાબકવાની ઘટના બાદ પોતાના બુધવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી દીધા છે. ઘટનાની મળતા જ સીએમ મંગળવારના રોજ મોડી સાંજે સચિવાલયમાં સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે અધિકારીઓ પાસેથી દુર્ઘટનાની માહિલી લીધી હતી તથા બચાવ અને રાહત માટે સૂચના આપી હતી. મુખ્યમંત્રી ધામીએ સચિવાલયમાં અધિકારીઓ સાથેની બેઠક પછી લેન્સડાઉનના ધારાસભ્ય દિલીપ રાવત સાથે ફોન ઉપર વાત કરી અને તેમની પાસેથી ઘટના વિશે પૂછપરછ કરી હતી.
આ સાથે જ મુખ્યમંત્રી ધામીએ પૌડીના જિલ્લા અધિકારી સાથે પણ ફોન ઉપર વાત કરીને બચાવ અને રાહત કામગીરીની માહિતી લીધી અને કહ્યું હતું કે, સરકાર તરફથી શક્ય તમામ મદદ કરવામાં આવશે. તેમણે નિર્દેશ આપ્યો હતો કે, કોઈપણ સ્તરે રાહત બચાવવામાં વિલંબ થવો જોઈએ નહીં. આ અગાઉ મુખ્યમંત્રી ધામીએ સચિવાલય પહોંચ્યા હતા અને ઉત્તરકાશીમાં હિમસ્ખલનની ઘટના અંગે માહિતી લીધી અને રાહત કાર્યને ઝડપી બનાવવાની સૂચના આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500