ઇકરામ મલેક દ્વારા રાજપીપળા:COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૨૭ મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોનાનો નવો વધુ કોઇ પોઝિટીવ કેસ નોધાયેલ નથી. જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ ૧૨ પોઝિટીવ કેસો પૈકી સાજા થયેલા એક દરદીને અપાયેલી રજાવાળા કેસને બાદ કરતાં આજની સ્થિતિએ કોરોનાના પોઝિટીવ કુલ ૧૧ કેસના દરદીઓ સારવાર હેઠળ છે, તેવી જાણકારી પણ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application