Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેડૂતો માટે કિસાન રથ મોબાઇલ એપ લૉન્ચ કરાઈ

  • April 19, 2020 

Tapi mitra News-સમગ્ર દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાઇરસઃકોવિડ-૧૯ના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં કૃષિ પેદાશોના આંતરરાજ્ય અને રાજ્યમાં લાંબા અંતરના પરિવહનમાં મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના નિવારણ માટે ભારત સરકારના કૃષિ મંત્રાલય દ્વારા કિસાનરથ મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે, જેને કેન્દ્રના કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગના માનનીય મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમરના હસ્તે તા. તા.૧૭/૪/૨૦૨૦ના રોજ તમામ નાગરિકો માટે લૉન્ચ કરવામાં આવી છે. આ અંગે રાજ્યના ખેતી નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આ મોબાઇલ એપ ખેડૂતો, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર (એગ્રીગેટર) માટે પરિવહનની માહિતીના આદાન-પ્રદાનનું માધ્યમ છે. આ મોબાઇલ એપના માધ્યમથી ખેડૂતો, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર (કંપની અથવા વ્યક્તિ તરીકે) રજિસ્ટર થઈ શકે છે. આ કિસાન રથ મોબાઇલ એપથી ખેડૂતો, કૃષિ પેદાશોનું સંચાલન કરતા વેપારીઓ અને પરિવહન સાધનોની સેવા પૂરી પાડતા ટ્રાન્સપોર્ટર (કંપની તેમજ વ્યક્તિઓ) વચ્ચે તેઓ જે કૃષિ પેદાશો, શાકભાજી અને ફળફૂલનું પરિવહન કરાવવા માંગતા હોય, તેના માટે એકબીજા સાથે ઓનલાઇન માહિતીની આપ-લે કરી શકશે. પરિવહન માટેના સાધનનો પ્રકાર, વાહનની સંખ્યા, પરિવહનના દર/ભાડું, અંતર અને અન્ય શરતો અને બોલીઓ જે તે સ્ટેકહોલ્ડર દ્વારા પોતાની કક્ષાએથી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, જે ખેડૂતો કસ્ટમ હાયરિંગ સેન્ટર(સીએચસી એપ)માં અગાઉથી રજિસ્ટર્ડ છે, તેઓ માત્ર ફર્ગેટ પાસવર્ડનો વિકલ્પ પસંદ કરી, ફક્ત મોબાઇલ નંબર નાખવાથી સીધા રજિસ્ટ્રેશન કરી શકશે. અર્થાત્ આવાં સીએચસી માલિકોએ કિસાન રથ એપમાં ફરી વખત સંપૂર્ણ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરત રહેતી નથી. વર્તમાન સમયમાં કિસાન રથ મોબાઇલ એપ ખેડૂતો, વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સ વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. high light-કૃષિ પેદાશો, શાકભાજી અને ફળફૂલનું પરિવહન કરાવવા માંગતા હોય, તેના માટે એકબીજા સાથે ઓનલાઇન માહિતીની આપ-લે કરી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application