Tapimitra News-લોકડાઉનને લીધે કરોડો લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે. આવી કપરી સ્થિતિમાં સુરત શહેરના કૈલાશનગર વિસ્તારમાં અનોખા લગ્ન યોજાયા હતાં. મૂળ રાજસ્થાનના પૂનામિયા પરિવારના પુત્ર દિશાંક રાજેશ પુનામિયના લગ્ન બરલોતા પરિવારની પુત્રી પૂજા બરલોતા સાથે ૧૬મી એપ્રિલના રોજ નક્કી કર્યા હતાં. આમતો મૂળ આયોજન મુજબ લગ્ન રાજસ્થાન મુકામે ધામધૂમથી કરવાનું તમામ આયોજન કરી દેવાયું હતું. જોકે, કોરોનાની વેશ્વિક મહામારીને કારણે લગ્ન સમારોહ રદ્દ કરવાની ફરજ પડી હતી. જોકે, આગામી દોઢેક વર્ષ સુધી લગ્નનું મુહૂર્ત આવતું નહીં હોવાથી સમારોહ મોકૂફ રાખી શકાય પણ લગ્ન મોકૂફ નહીં રાખી શકાય, તેવી સ્થિતિ હતિ. એટલે, લોકડાઉનની સ્થિતિમાં પાળવાના નિયમોને ધ્યાનમાં રાખીને ગુરુવારે સાદાઈથી એપાર્ટમેન્ટના ધાબા ઉપર લગ્નવિધિ પૂર્ણ કરવામાં આવી હતી. પુનમિયા પરિવારનું કહેવું હતું કે, વિધિ વિધાન મુજબ લગ્ન કરવા માંગતા હતાં. અમે એડવોકેટ પ્રતિભા દેસાઇને વાત કરી હતી. તેમણે જે દિશાનિર્દેશ કર્યો તે મુજબ ઘરના ગણતરીના સભ્યોની હાજરીમાં કોરોનાની ગાઈડલાઈનનું પણ પૂરેપૂરું પાલન કરીને શાસ્ત્રોક્ત વિધિ મુજબ અગાસી ઉપર લગ્ન કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application