Tapimitra News-નોવેલ કોરના વાયરસ (Covid - 19)નું સંક્રમણ હાલ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયુ છે જેને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. કોરોના (Covid-19)ના સંક્રમણથી વિશ્વભરની આખી માનવજાત પીડાઈ રહી છે ત્યારે શરીરની કુદરતી રોગ પ્રતિકારક શકિતને વધારવી એ મહત્વપૂર્ણ છે . આપણે બધા જાણીએ છીએ કે શ્રેષ્ઠ આરોગ્ય જાળવવામાં Prevention is better than cure એટલે કે બીમાર થયા બાદ સારવાર કરતા પૂર્વ સંભાળ લેવીએ અત્યંત અનિવાર્ય છે. દેશના વડાપ્રધાનશ્રીએ લોકડાઉન દરમ્યાન ભારતના પ્રજાજનોના આરોગ્યની ચિંતા કરી આયુષ મંત્રાલય સાથે આયુર્વેદ તજજ્ઞો સાથે પરામર્શ કરી ભારતીય પરંપરાગત ચિકિત્સા પધ્ધતિ સૂચવેલા ઘરગથ્થુ ઉપચારો કરવા તથા આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉપાયો સૂચવ્યા છે જેનો મહત્તમ ઉપયોગ કરવા રાજયના આયુષ નિયામક દ્વારા જણાવાયુ છે.ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આવેલ આયુષ પ્રભાગ દ્વારા આયુર્વેદ અને હોમીયોપેથીના નિષ્ણાંતોની મદદ લઈને આરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ડૉ.જયંતિ રવિ સાથે પરામર્શ કર્યા બાદ આયુષની માર્ગદર્શિકા તૈયાર કરી પ્રસિધ્ધ કરાઈ છે.આયુર્વેદના રોગ પ્રતિરોધક અમૃતપેયનું તમામ સરકારી આયુર્વેદ દવાખાન ,હોસ્પીટલ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. આજ સુધીમાં ૮૨.૬૮ લાખ લાભાર્થી ઓને ઉકાળાનો લાભ અપાયો છે. એ જ રીતે હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ આર્સેનિકમ આલ્બમ -૩૦ નું તમામ સરકારી હોમીયોપથી દવાખાના / હોસ્પીટલ દ્વારા પર.૩૬ લાખ લાભાર્થીઓને લાભ અપાયો છે.
આયુર્વેદા હોમીયોપેથી મેડીકલ ઓફીસર દ્વારા covid-19 અંતર્ગત વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા આરોગ્ય વિભાગ, પોલીસ ખાતાના, કલેકટર કચેરી , વિવિધ વહીવટી કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારી / કર્મચારીઓની રોગ પ્રતિરોધક શક્તિ વધારવા અમૃતપેય ઉકાળા અને હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ - આર્સેનિકમ આલ્બમ -૩૦નું સ્થળ પર જઈને આપવામાં આવે છે .રાજય સરકારના પ૬૮ આયુર્વેદ દવાખાના, ૩૮ આયુર્વેદ હોસ્પીટલ અને ૨૭૨ હોમીયોપેથી દવાખાનામાં ઉપલબ્ધ છે આ દવાખાના/હોસ્પીટલ કયાં આવેલ છે તેની જાણકારી માટે હેલ્પલાઈન નંબર ૧૦૪ ઉપરથી જાણી શકશો તથા આયુષને લગતી તમામ માહિતી જાણવા માટે નિયામકશ્રી ,આયુષની કચેરી ,ગુજરાત રાજયની વેબસાઈટ https://ayush.gujarat.gov.in/index.htm ઉપરથી પણ મેળવી શકાશે જેનો મહત્તમ લાભ લેવા રાજયના નાગરિકોને આયુષ નિયામક દ્વારા અનુરોધ પણ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application