Tapimitra News-કોરોના વાયરસની મહામારી વચ્ચે સુરત શહેર પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્તરીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આજરોજ જાહેરનામા ભંગના બદલ વિવિધ કલમો હેઠળ ૪૨૫ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.બિનજરૂરી બહાનાબાજી કરીને બહાર ફરતા ૩૧૬ લોકોના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.ડ્રોન કેમેરાની મદદથી ૧૧ તથા સાયબર ક્રાઈમ હેઠળ ૦૨ ગુનાઓ નોંધવામાં આવ્યા છે.નોંધનીય છે કે, લોકડાઉન દરમિયાન સુરત શહેર પોલીસ દ્વારા કુલ ૧૦૩૬૬ આરોપીઓની જુદા જુદા ગુનાઓમાં ઘરપકડ કરવામાં આવી છે. બિનજરૂરી ફરતા ૧૧૬૧૪ જેટલા વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં વાઈરસના સંક્રમણ અને પોઝીટીવ કેસોની સંખ્યાને ધ્યાને લઇને સુરત શહેર પોલિસ કમિશનરશ્રીએ જાહેરનામું પ્રસિધ્ધ કરી સલાબતપુરા, મહિધરપુરા, લાલગેટ, અઠવાલાઈન્સ પોલિસ સ્ટેશનના સમગ્ર વિસ્તાર તથા લિંબાયત પોલિસ સ્ટેશનની કમરૂનગર પોલીસ ચોકીના સમગ્ર વિસ્તારમાં કર્ફ્યું મૂકવામાં આવ્યો છે, ત્યારે શહેરીજનોએ ઘરથી બહાર ન નીકળી કર્ફ્યુંનું પાલન કરી કોરોના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ બનવાનો અને લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે શહેરીજનોને સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ સૂરત શહેર પોલિસ દ્વારા કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application