Tapimitra News-સ્મિત ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર અને અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાં કોરોનાની મહામારીને લઈને કપરા સમયમાં નિરંતર સેવા આપી રહ્યા છે દેશમાં લોકડાઉન વચ્ચે કોરોનાની મહામારીથી લોકોને બચાવવા અનેક રાજ્યોમાં સરકાર તરફથી ઘણી સેવાઓ અપાઈ રહી છે આવા સમયમાં સરકારી અને અર્ધસરકારી સંસ્થાઓ કામ કરી રહી છે આ મહામારી સમયમાં અમદાવાદની સંસ્થા સ્મિત ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં માનવ સેવા મહેકાવી રહ્યું છે રોજે રોજનું કમાઈ પેટ ભરીને જીવન ગુજારતા લોકો માટે જીવા દોરી સમાન બન્યું છે ગુજરાત રાજ્યમાં બહારના રાજ્યથી વસવાટ કરતા લોકોને જમવાનું પહોચાડી રહી છે તેમને જીવન જરૂરી ચીજવસ્તુઓ, અનાજની કીટ, માસ્ક, ગ્લોબ્સ, સેનેટાએઝ આપી રહી છે સાથે સાથે સ્લમ વિસ્તાર અને મધ્યમ વર્ગના લોકોને પોતાની ટીમ દ્વારા રોજે રોજનું બે હાજર લોકોનું જમવાનું બનાવી તેમના વિસ્તાર અને ઘર સુધી પહોચાડી રહી છે સ્મિત ફાઉન્ડેશનના ફાઉન્ડર જીત પારેખ, અને સાથે મહેશભાઈ કણઝરીયા, ડો.હર્ષ જોશી, જય શાહ, સદામ શેખ, હંસાબેન, ઉમેશ સથવારા, પ્રીન્સી પટેલ, ગીરીશ પારેખ, ક્રીશ, આશિષભાઈ પુરીટીમ આ મહામારી સમયમાં શહેરમાં માનવ સેવાની મહેક મહેકાવી રહ્યા છે આવા કપરા સમયમાં પોતાનો જીવ જોખમમાં મૂકી કામ કરી હજારો લોકોને સેવાઓ પૂરી પાડી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500