Tapimitra News-હાલમાં વિશ્વમાં નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને અટકાવવા માટે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં વાઈરસના સંક્રમણ અને પોઝીટીવ કેસોની સંખ્યાને ધ્યાને સુરત શહેર પોલીસ કમિશનરશ્રી આર.બી.બ્રહ્મભટ્ટે એક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જાહેરનામા અનુસાર સુરત પોલીસ કમિશ્રેટ વિસ્તારમાં આવતા સલાબતપુરા, મહીધરપુરા, લાલગેટ, અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનના સમગ્ર વિસ્તાર તથા લીંબાયત પોલીસ સ્ટેશનની કમરૂનગર પોલીસ ચોકીના સમગ્ર વિસ્તારમાં તા.૧૭/૪/૨૦૨૦ની મધ્યરાત્રીથી તા.૨૨/૦૪/૨૦૨૦ના ૬.૦૦ વાગ્યા સુધી આ વિસ્તારના રહેવાસીઓએ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવુ નહી તેમજ કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઉભા રહેવું નહી. રખડવું નહી અથવા પગપાળા કે વાહનો મારફતે હરવા-ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. અપવાદ તરીકે નીચેની વ્યકિતઓને સોશિયલ ડિસ્ટન્સીંગની સુચનાઓના ચુસ્તપણે પાલન કરવાની શરતે મંજુરી આપવામાં આવે છે. (૧) સંરક્ષણ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ, તિજોરી વિભાગ, જાહેર ઉપયોગિતા જેવી કે પેટ્રોલિયમ , સી.એન.જી., એલ.પી.જી., પી.એન.જી. સહિતની સેવાઓ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, વીજઉત્પાદન અને ટ્રાન્સમિશન એકમ, પોસ્ટ ઓફીસ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર, પ્રારંભિક ચેતવણી એજન્સી. (ર) પોલીસ, હોમગાર્ડ, સીવીલ ડિફેન્સ, મ્યુનિસીપલ કોર્પોરેશન - નગરપાલિકા, પંચાયતની સેવાઓ, ફાયર એન્ડ ઇમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને જેલો. (3) જીલ્લા વહીવટી અને ટ્રેઝરી વિભાગ. (૪) વીજળી અને પાણીની સ્વચ્છતા. (૫) મ્યુનિ. કોર્પો.ના ફકત પાણીની સપ્લાય તેમજ સફાઈ જેવી આવશ્યક સેવાઓ માટે જરૂરી કર્મચારીઓ, (૬) જાહેર અને ખાનગી ક્ષેત્ર સહીતના તમામ તબીબી સંસ્થાઓ અને તેમના ઉત્પાદન, વિતરણ એકમો જેવા કે, ડીસ્પેન્સરી, કેમિસ્ટ અને તબીબી ઉપકરણોની દુકાનો, પ્રયોગશાળાઓ, કલિનિક્સ, નર્સિંગ હોમ્સ એબ્યુલન્સ કાર્યરત રહેશે. તમામ મેડીકલ સ્ટાફ, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ તથા અન્ય હોસ્પિટલ સપોર્ટ સેવાઓ માટે પરિવહનની મંજૂરી રહેશે. (૭) રેશન કાર્ડની દુકાનો (જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ની દુકાનો) સહિતની દુકાનો, ખાધ પદાર્થો, કરિયાણાવાળા, ફળો અને શાકભાજી, ડેરી અને દુધના બૂથ, માંસ અને માછલી, પશુ ઘાસચારા વાળા ફેરીયાઓ તેમજ આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડનાર હોમ ડીલીવરી કરતા માણસો. (૮) બેન્ક, વીમા કચેરીઓ અને એટીએમ. (૯) પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયા ન્યુઝ પેપર્સનું પરિવહન અને વિતરણ. (૧૦) દુરસંચાર, ઇન્ટરનેટ સેવાઓ, પ્રસારણ અને કેબલ સેવાઓ અને ઓઇ, ટી. આધારિત સેવાઓ, (૧૧) ઇ - કોમર્સ દ્વારા ખોરાક, ફાર્માસ્યુટીકલ્સ, સાધનો સહિત તમામ આવશ્યક ચીજોની હોમ ડિલીવરી (૧૨) પેટ્રોલ પંપ, એલપીજી, પેટ્રોલિયમ અને ગેસ, છૂટક અને સ્ટોરેજ ગોડાઉન. (૧૩) વીજ ઉત્પાદન, ટ્રાન્સમીશન અને વિતરણ એકમો અને સેવાઓ. (૧૪) સિકયોરીટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા દ્વારા સૂચિત કેપીટલ અને ડેન્ટ માર્કેટ સેવાઓ (૧૫) કોલ્ડ સ્ટોરેજ અને વેર હાઉસીંગ સેવાઓ. (૧૬) ખાનગી સીકયુરીટી સેવાઓ. (૧૭) આવશ્યક ચીજ વસ્તુઓના ઉત્પાદન એકમો તથા અન્ય ઉત્પાદન એકમોમાં સતત પ્રક્રિયાની જરુર પડે છે. તેવા રાજય સરકારની મંજુરીથી ચાલુ રાખી શકાશે. (૧૮) આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન માટેનાં વાહનો. (૧૯) ફાયર વિભાગ તેમજ કાયદો અને વ્યવસ્થા તથા ઇમરજન્સી સેવાઓ. (૨૦) હોટલો, હોમસ્ટેઝ, લોજ અને મોટેલ જેમાં લોક ડાઉનના કારણે અટવાયેલા પ્રવાસીઓ અને વ્યકિતઓ રોકાયેલ છે તે ઉપરાંત જેમાં મેડિકલ અને ઇમરજન્સી સ્ટાફ, હવાઇ - દરિયાઈ સેવા માટેના સ્ટાફ રોકાયેલ છે. (૨૧) કવોરોન્ટાઇન માટે ઉપયોગમાં લેવાયેલ સંસ્થાઓ. (૨૨) અંતિમ સંસ્કારના કિસ્સામાં, ર0 જેટલા વ્યકિતઓ ભેગા થઇ શકે તે માટે પરવાનગી આપી શકાય છે, (૨૩) દવા અને તબીબી સારવાર માટે નીકળેલ વ્યકિતઓ. (૨૪) કલેકટરશ્રી, સુરત શહેરનાઓ તરફથી અપવાદ હેઠળ પાસે ધરાવતી વ્યકિતઓ. (૨૫) કૃષિ મશીનરીની દુકાનો તેને સંબંધિત સ્પેર પાર્ટસ ( સપ્લાય ચેઇન સહીત ) અને તેની મરામત સંબંધિત દુકાનો ખુલ્લી રહેશે. (૨૬) તિજોરી ( યુકવણી અને હિસાબી શાખા, નાણાકીય સલાહકાર્યા અને કંટ્રોલ જનરલ એકાઉન્ટેટ ઓફીસરો સહિતનો ઓછામાં ઓછો સ્ટાફ). (૨૭) નેશનલ ઇન્ફોરમેટીક સેન્ટર. (૨૮) RBI અને RB, સંચાલીત નાણાકીય બજારો અને સંસ્થાઓ જેવી કે NPC, CCI પેમેન્ટ સીસ્ટમ ઓપરેટર્સ, એકલ પ્રાથમિક ડીલરો ઓછામાં સ્ટાફ સાથે. (૨૯) ખાંડ, મેડિકલ સાધનો, હેન્ડ સેનિટાયઝર દવાઓ, LPG, ખાધ પદાર્થો ઉત્પાદન કરતાં યુનિટો તેનું વિતરણ અને તે સંબંધિત રો મટિરીયલ વિગેરેની રાજ્યની અંદર તેમજ રાજ્યો વચ્ચે અને આંતર રાષ્ટ્રીય આયાત માટે મુકત પરિવહન . (૩૦) વન કચેરી, પ્રાણી સંગ્રહાલય, નર્સરીઓ, જંગલી પ્રાણીઓ, જંગલોના ફાયર ફાયટરો, વૃક્ષોની જાણવણી કરનારાઓ, પેટ્રોલીંગ અને તે માટે જરૂરી વાહનોની અવર જવર વિગેરેનો સંચાલન અને જાણવણી માટેની જરૂરી સ્ટાફ . (૩૧) સામાજીક કલ્યાણ વિભાગ, ઓછામાં ઓછો સ્ટાફ સાથે અનાથ આશ્રમ / દિવ્યાંગો / વયોવૃધ્ધ નિરાધારો / સ્ત્રીઓ / વિધવાઓ વિગેરેના ગૃહોનું સંચાલન કરનારાઓ ; દેખરેખ ગૃહો ; પેન્શસ. (૩૨) ખેતી વિષયક ચીજોની ખરીદ સાથે સંકળાયેલ સંસ્થાઓ MSPની કામગીરી સહિત. (૩૩) APMC અથવા રાજ્ય સરકારના નિર્દેશના આધારે સંચાલિત મંડીઓ. (૩૪) માત્ર સરકારી કાર્યો માટેના ડેટા અને કોલસેન્ટર, (૩૫) કૃષિ મશીનરી સંબધિત કસ્ટમ હાયરીંગ સેન્ટર (૩૬) કોલસા અને ખનિજોનું ઉત્પાદન, વાહન વ્યવહાર ખનન પ્રવૃત્તિઓ સ્ફોટક પદાર્થોની હેરફેર. (૩૭) રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ અને બિયારણોના પેકેજીંગ યુનિટ અને ઉત્પાદન, (૩૮) રેલ્વે એરપોર્ટ અને બંદરો પર માલસામની હેરફેર માટેની પ્રવૃત્તિઓ, રાહત અને સ્થાળાતંર અને તેને સંબધિત કાર્યરત સંસ્થાઓ. (૩૯) ભારતીય રેડ ક્રોસ સોસાયટીઓની સેવાઓ. (૪૦) હોસ્પિટલ્સ, વેટરનીટી હોસ્પિટલો અને તેને સંબધંત મેડીકલ સંસ્થાઓ, તેના ઉત્પાદન અને વિતરણ યુનિટ સહિત જાહેર અને ખાનગી બંન્ને ક્ષેત્રોમાં, દવાખાનાઓ, કેમિસ્ટ, ફાર્માસીઓ (જન ઔષધિક કેન્દ્રો સહિત ) અને ફાર્માસ્યુટીકલ રિસર્ચ લેબ. (૪૧) બેંકો, વિમા કચેરીઓ અને ATM બેંકીગ ઓપરેશનના IT વેન્ડરો સહિત બેંકીગ સંવાદદાતા અને ATM ઓપરેશન અને રોકડ વ્યવસ્થાપન એજન્સીઓ. (૪૨) પાવર જનરેશન, ટ્રાન્સમીશન અને વિતરણ યુનિટો અને સેવાઓ . ( ૪૩ ) સેબી દ્વારા નિર્દેશક મુડી અને ડેબીટ માર્કેટ સેવાઓ. (૪૪) આવશ્યક ચીજવસ્તુઓ ખાદ્ય ચીજો ડ્રગ્સ, ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ સાધનો તેના કામમાં મધ્યસ્થ વસ્તુઓ તથા પેકેજીંગ માટેના ઉત્પાદન કારખાનાઓ. (૪૫) અનિવાર્ય હોય કે ના હોય તેવા તમામ માલસામનનો પરિવહન. (૪૬) દુધ એકત્રિકરણ, વિતરણ અને તેના પેકેજીંગ મટિરિયલ વિગેરેના વાહનોનું પરિવહન, (૪૭) FCI ( ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા) ની કચેરીઓ દ્વારા થતી પ્રવૃત્તિઓ, તેના દ્વારા થતી અનાજની હેરફેર અને વિતરણ અને તે સંબધિત વાહનો. (૪૮) વિદેશી નાગરીકો જે ભારતમાં હાલ રોકાયેલ હોય તેની સ્થાળાંતર (એસ. ઓ. પી) પ્રમાણે. (૪૯) મત્સ્યઉધ્યોગનું સંચાલન કે જેમાં માછલીઓના ખોરાક અને જાળવણી, લણણી પ્રક્રીયા, પેકેજીંગ કોલ્ડ ચેઇન, વેચાણ અને માર્કેટીંગ, હેચરીઝ, ફીડ પ્લાન્ટસ, વ્યાપારી, માછલી ઘર, માછલી જગા અને મત્સ્ય ઉત્પાદનોની હેરફેર, માછલીના બીજ અને આ તમામ કામગીરી સાથે સંકળાયેલા કામદારો. (૫૦) સતત પ્રક્રિયાવાળા ઉત્પાદન કરતા એકમો અથવા " Lock In " સુવિધાઓ સાથે કામદારો માટે વિશેષ વ્યવસ્થા ધરવતા એકમો સબંધિત જીલ્લા મેજીસ્ટ્રેટની પરવાનગીથી ચાલુ રહી શકશે. (૫૧) ભારત સરકારના તા.૧૪/૦૪/૨૦૨૦ના આદેશ અને તે પછીના સુધારા આદેશનો આધિન એકિકૃત અપવાદો તથા ભવિષ્યમાં આવનાર સુધારા આદેશોને આધિન અપવાદો. (૫૨) પોલીસ કમિશનર, સુરત શહેર તરફથી ફરજના ભાગરૂપે અનિવાર્ય સંજોગોમાં આવવા - જવા માટે ખાસ પરવાનો આપવામાં આવેલ હોય તેવા વ્યકિતઓ. (૫૩) ઉપરોકત અનુસુચિમાં દર્શાવેલ વિસ્તારની ફકત મહીલા રહીશોને દરરોજ કલાક ૧૩/૦૦ થી કલાક ૧૬/૦૦ સુધીના સમય દરમ્યાન દુધ, શાકભાજી, કરીયાણા અને દવાઓ લેવા માટે મુક્તિ આપવામાં આવે છે અને ઉપરોકત તમામ વસ્તુઓનું વેચાણ કરનાર દુકાનો કલાક ૧૩/00 થી કલાક ૧૬/૦૦ સુધી ચાલુ રાખવા માટે મુક્તિ આપવામાં આવશે. ઉપરોકત તમામ અપવાદો અને છુટછાટમાં social Distancing ની સુચનાઓના ચુસ્તપણે પાલન કરવાની શરતે મંજુરી આપવામાં આવે છે. ઉપરોકત તમામ વ્યવસાયિક ગતિ વિધીઓ માટે જરૂર જણાય અત્રેથી સમય મર્યાદા નકકી કરવામાં આવશે. હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationવડોદરામાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો, ત્રણ વોન્ટેડ
November 23, 2024વડોદરામાં બાઈક સવાર દંપતિનો અછોડો તોડી બાઈક સવાર ફરાર
November 23, 2024Complaint : પૈસાની લેતીદેતી મામલે યુવક પર છરી વડે હુમલો
November 23, 2024