Tapi mitra News-કોરોના અટકાવવા માટે હાલ સૌથી વધુ અગત્યનું સોશ્યલ ડિસ્ટન્સ છે પરંતુ શાકભાજીની ખરીદીમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી કેટલીક સોસાયટીના યંગસ્ટર્સે સોસાયટીમાં જ શાકભાજીનું વેચાણ અને હોમ ડિલીવરી પણ શરૂ કરી છે. નહીં નફા નહી નુકસાનના મંત્ર સાથે કેટલીક સોસાયટીના યુવાનોએ શાકભાજીનું વેચાણ શરૂ કર્યું છે. આ પ્રકારની કામગીરી અન્ય સોસાયટી દ્વારા કરવામાં આવે તો પોતાની સોસાયટીના લોકોને ભીડમાં શાકભાજી ખરીદવા જતાં રોકીને કોરોનાનું સંક્રમણ રોકી શકાય છે.
સુરત મનપા અને સરકાર કોરોના અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા માટે અનેક અપીલ કરે છે પરંતુ શાકભાજી માર્કેટની વાત આવે એટલે સોશ્યલ ડિસ્ટન્સના ધજીયા ઉડી જાય છે.શાકભાજી માર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સ ન જળવાતું હોવાથી કોરોના ફેલાવાવનો સૌથી વધુ ભય રહેલો છે. શાકભાજી માર્કેટ કોરોના માટે જીવતા બોમ્બ જેવી સાબિત થઈ રહી હોવાથી કેટલીક સોસાયટીના યંગસ્ટર્સે પોતાની સોસાયટીના લોકોને શાકભાજીની ભીડમાં જતાં અટકાવવા માટે સોસાયટીમાં જ શાકભાજીનું વેચાણ શરૂ કરી દીધુ છે. પાલનપોર પાટિયાની શિવઓમ સોસાયટીના યંગસ્ટર્સે પોતાની સોસાયટીના સભ્યોને કોરોનાન સંક્રમણથી બચાવવા માટે નહીં નફા નહીં નુકસાનના મંત્ર સાથે સોસાયટીમાં શાકભાજીનું વેચાણ શરૂ કર્યું છે. જેમાં સોશ્યલ ડિસ્ટન્સનો ચુસ્ત પાલન કરવા સાથે હોમ ડિલીવરી પણ કરવામા આવે છે. સોસાયટીના યુવાનો કહે છે, લોક ડાઉન છતાં પણ શાકભાજી માર્કેટમાં જે ભીડ જોવા મળે છે. અન્ય લોકો સાથે અમારી સોસાયટીના સભ્યો માટે પણ ખતરારૂપ છે. અમે અમારી સોસાયટીના લોકોને કોરોનાથી બચાવવા અન્ય કામગીરી તો કરી રહ્યાં છે પરંતુ તેઓને શાક માર્કેટમાં જતાં રોકવા માટે તેમને ઘર બેઠા જ શાકભાજી મળે તેવો પ્રયાસ કર્યો છે. આવી જ રીતે અન્ય સોસાયટીના લોકો પણ પોતાની સોસાયટીમાં શાકભાજીનું વેચાણ કરે તો કોરોના અટકાવવા સાથે સરકારને પણ મદદ થઈ શકે અને સોસાયટીના લોકોને વ્યાજબી ભાવે સારૂ શાકભાજી પણ મળી શકે તેમ છે.
High light-શાકભાજી ખરીદીમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી લોકડાઉનમાં લોકો બહાર ન જાય તે માટે નહીં નફા નહીં નુકસાન સાથે શાકભાજી વેચાણ શરૂ કર્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application