Tapi mitra News-લોકડાઉનની સ્થિતી વચ્ચે પણ ઉન પાટિયા સ્થિત સાંઇબાબા નગર ઝુંપડપટ્ટીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી રૂ. ૨૭,૯૨૦નો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લોકડાઉન અંતર્ગત લોકોને ઘરમાં જ રહેવા અને સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે તંત્ર દ્વારા વારંવાર તાકીદ કરવામાં આવી રહી છે. તેમ છતા પણ કેટલાક લોકો હજી બેદરકાર છે. જે અંતર્ગત સચીન જીઆઇડીસી પોલીસને બાતમી મળી હતી કે ઉન પાટિયા સ્થિત સાંઇબાબા નગર ઝુંપડપટ્ટીમાં અસ્લમ રહેમાન શેખ જુગારધામ ચલાવે છે. જેના આધારે પોલીસ ટીમે સાંઇબાબા નગર ઝુંપડપટ્ટીમાં દરોડા પાડી અસ્લમ શેખ , ગજેન્દ્ર અમીત શર્મા , મો. જાકીર કુરબાન શેખ, મો. સહજાદ ઉર્ફે સૈફઅલી રફીક રાઇન અને ગજેન્દ્ર અમીત શર્મા , મોયુદ્દીન અલીમ શેખ , તાજ મોહમંદ સુરાબુદ્દીન મલિક , મોઇનખાન મોહમંદખાન પઠાણ અને મયુદ્દીન જહીરૂદ્દીન શેખને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી તેમની પાસેથી જુગારની રમતના અને અંગ જડતીના મળી કુલ રૂ. ૨૭,૯૨૦ની મત્તા કબ્જે લીધી હતી. પોલીસે જુગારધારા હેઠળ તમામની ધરપક્ડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
High light-
સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટેની વારંવારની અપીલ છતાં સરેઆમ ભંગ કરી જુગારધામ ધમધમતું હતું
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500