Tapi mitra News-કોરોના અટકાવવા માટે સુરતમાં રેડ ઝોનમાં અવર જવર પર સંપુર્ણ પ્રતિબંધ હોવા છતાં કેટલાક લોકો આડશ દૂર કરીને બિંદાસ્ત અવર જવર કરી રહ્યાં છે. આ ઉપરાંત કોરોન્ટાઈન કરાયેલા પરિવારો પણ બહાર ફરી રહ્યાં હોવાથી રેડ ઝોનમાં કોરોના વધુ ફેલાય તેવી દહેશત સ્થાનિકોને થઈ રહી છે. કેટલાક લોકોની નિયમ તોડવાની કરતુતને કારણે મોટા સમુહે ભોગવવાનો વારો આવતો હોવાથી લોકોમાં ભારે રોષ છે. આવા તત્વોને અટકાવવા રેડ ઝોનમાં ફરજ્યાત કરફ્યુનો અમલ કરવા માટેની માગણી સ્થાનિકો કરી રહ્યાં છે.
સુરતમાં કોરોનાના કારણે સૌથી પહેલું એપી સેન્ટર બનેલા રાંદેરમાં કેટલાક લોકોના નિયમ તોડવાની વૃત્તિના કારણે રેડ ઝોન જાહેર કરવામા આવ્યો છે. લોક ડાઉન બાદ પણ ધાર્મિક સ્થળોમાં જાહેરમાં ભેગા થતાં આ વિસ્તારમાં કોરોનાના સૌથી વધુ ૧૩ દર્દી આવ્યા હતા. ત્યાર બાદ આ વિસ્તારને ફરજીયાત કોરોન્ટાઈન જાહેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાંથી કોરોના ફેલાઈ નહીં તે માટે રેડ ઝોન જાહેર કરીને બેરીકેટ કરીને અવર જવર પર સપુર્ણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આવો કડક નિયમ હોવા છતાં પણ રાંદેર વિસ્તારમાં હજી પણ કેટલાક લોકો બેરીકેટ હટાવીને બિંદાસ્ત અવર જવર કરી રહ્યાં છે. ઉપરાંત રાંદેરમાં કોરોનાના કેસ આવ્યા છે તે પરિવારને ફરજ્યાત હોમ કોરોન્ટાઈન કરાયું હોવા છતાં પરિવારના સભ્યો બહાર ફરી રહ્યાં હોવાની પણ ફરિયાદ થઈ રહી છે. બેરીકેટ તોડીને પરિવાર સહિતની મહિલાઓ બિદાસ્ત અવર જવર કરતા હોવાના વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થઈ રહ્યાં છે. આ ઉપરાંત આ પહેલા પણ રાંદેરમાં બિંદાસ્ત અવર જવર થતી હોવાના વિડિયો વાઈરલ થયાં છે. પોલીસ અને તંત્ર દ્વારા કડકાઈ દાખવવામા આવતી હોવા છતાં પણ કેટલાક લોકો કાયદાને તોડીને અવર જવર કરતાં હોવાથી આ વિસ્તારમાં કોરોનાનો વ્યાપ વધુ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. મોટા ભાગના લોકો કાયદાનું પાલન કરતાં હોય ત્યારે આવા કેટલાક લોકોના કારણે મોટા સમુહ પર કોરોનાનું સંકટ રહેલું છે. આવા લોકોને અટકાવવા માટે સ્થાનિકો પ્રયાસ કરી રહ્યાં છે પરંતુ ઘર્ષણ થાય તેવી સ્થિતિ હાલના સમયમાં પોષાય તેમ ન હોવાથી લોકો તંત્રનો સહયોગ માગી રહ્યાં છે. આવા ગણ્યા ગાંઠયા લોકો નિયમનુ પાલન ન કરતા હોવાથી આવા વિસ્તારમાં પોલીસ કરફ્યુની માગણી પણ થઈ રહી છે. જો પોલીસ કે તંત્ર આ લોકોની અવર જવર અટકાવે નહીં તો ફરી રાંદેરના રેડ ઝોનમાં કોરોનાના દર્દીની સંખ્યામાં વધારો થઈ શકે છે.
High light-સુરતમાં આવા કેટલાકના કારણે કોરોના કંટ્રોલમાં નથી,આવા કેટલાકની કરતૂતના કારણે રેડ ઝોનમાં કરફ્યુની માંગ
High light-કેટલાકની સજા મોટા સમુહને થતી હોવાથી લોકોમાં ભારે રોષ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application