Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંડેસરામાં પગાર ન મુદ્દે શ્રમિકોમાં રોષ:ઉધનામાં પરપ્રાંતિયોએ વતન જવા માંગ કરી

  • April 16, 2020 

Tapi mitra News-સુરત શહેરમાં લોકડાઉનને લઇ પરપ્રાંતિયોની હાલત દિન પ્રતિદીન કફોડી બની રહી છે. છેલ્લાં ત્રણ દિવસથી પરપ્રાંતિયો શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર ઉતરી આવી વતન જવાની જીદની સાથે ભોજનની સામગ્રી ખુટી પડ્યા હોવાનો કકળાટ કરી રહ્ના છે. ગુરૂવારે ફરી એક વખત પાંડેસરા વિસ્તારમાં કારીગર વર્ગ રસ્તા પર ઉતરી આવતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસે એનજીઓ સાથે મળી કારીગર વર્ગને બે ટાઇમજમવાનું પહોચાડવાની બાંહેધરી આપતા મામલો થાળે પડ્યો છે.

લોકડાઉન બીજા તબક્કામાં પ્રવેશતા જ કામ ધંધા વગર બેકાર બની ગયેલા કામદારો ઉધામાં મચાવી રહ્યાં છે. છેલ્લા ત્રણેક દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં કામદારો વતન જવા અને ભોજનની માંગ સાથે ધમપછાડા કરી રહ્યાં છે. કામદારોએ આજે ઉધના વિસ્તારમાં વતન અને ભોજન માટે રસ્તા પર ઉતરીને માંગ કરી હતી. બીજી તરફ પાંડેસરા વિસ્તારમાં મીલ માલિકો દ્વારા પગાર - ખર્ચો ન આપતા હોવાનું કહીને કામદારોએ રોષ વ્યક્ત કર્યો હતો. પોલીસે બન્ને જગ્યાએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી કામદારો દ્વારા વતન અને ભોજનની માંગ સાથે જે રીતે ઉહાપોહ કરીને જીદ કરવામાં આવી રહી છે. આ દરમિયાન પોલીસ દ્વારા કોઈ આકરા પગલાં લેવાની જગ્યાએ તમામની સાથે સુલેહભરી રીતે કામ લઈને મધ્યસ્થી કરીને મામલા થાળે પાડવામાં આવી રહ્યાં છે. એનજીઓને પોલીસ બોલાવીને જમવાનું પણ આપે છે. તો પગાર સહિતના પ્રશ્નો  પર સમાધાનકારી વલણ પોલીસ દ્વારા અપનાવવાની પણ સલાહ આપવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application