Tapi mitra News-ભાઠેના વાડીવાલા દરગાહ પાસે જુની અદાવતના ચાલતા ઝઘડામાં ભરબપોરે ૮ થી ૧૦ ઇસમોએ અલતાફ નામના એક ઇસમની જાહેરમાં હત્યા કરી નાંખવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે.
શહેરમાં જયારે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે અને દિવસેને દિવસે કોરોના પોઝીટીવના દર્દીઓની સંખ્યામાં રોજબરોજ મોટો ઉછાળો નોધાઇ રહ્ના છે. જેમાં સુરતના માન દરવાજા વિસ્તારમાં લોકડાઉનનો અમલ નહીં થતાં શહેરમાં નોધાયેલા દર્દીઓ માન દરવાજા વિસ્તારના નોધાયા છે. લોકડાઉન વચ્ચે માન દરવાજા વિસ્તારના ભાઠેના વાડીવાલા બાવાની દરગાહ પાસે બે મુસ્લિમ જુથો વચ્ચે ચાલતી જુની અદાવતમાં અલતાફ નામના યુવકની જાહેરમાં જ તલવાર સહિતના તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. ભાઠેના ઉમિયા માતા મંદીર પાસે રહેતો અલતાફ કૌશર નામના યુવક પર તેના હરીફ જુથના ભુરીયો , ચાંદ , કાલુ સહિતના ૮ થી ૧૦ ઇસમોએ ભાઠેના વાડીવાલા બાવાની દરગાહ પાસે જ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી રહેશી નાંખ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનની વચ્ચે શહેરમાં ત્રણ દિવસમાં ચાર હત્યાના બનાવો બન્યા છે. હિંસક હુમલામાં મોતને ભેટેલો અલતાફ નામનો ઇસમનો ભુતકાળ પણ ગુનાહીત હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે સલાબતપુરા પોલીસે હત્યાનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
High light-જુની અદાવતમાં હરીફ ગેંગના ભુરીયા સહિતના ૮ થી ૧૦ ટપોરીઓએ તલવારના ઘા ઝીંકી રહેંશી નાંખ્યો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application