Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તા.૧૭મીથી સુરત જિલ્લાના માંડવી, મહુવા, બારડોલી, કોસંબા (માંગરોળ), ઉમરપાડા એ.પી.એમ.સી. ખાતે અનાજ માર્કેટ યાર્ડ શરૂ કરાશે

  • April 16, 2020 

Tapimitra News-લોકડાઉનની પ્રવર્તમાન પરિસ્થિતિમાં સમગ્ર રાજ્યમાં મોટાભાગના અનાજ માર્કેટ યાર્ડ બંધ છે. રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રીની રાહબરી હેઠળ લોકડાઉનના સમયગાળામાં રવિ સિઝન બાદ ખેડૂતોના ખેત ઉત્પાદનનું વેચાણ નહી થઈ શકવાને લીધે ખેડૂતોને ભોગવવી પડતી આર્થિક સંકડામણ તથા બીજી તરફ જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લોકોને નિયમિતપણે મળી રહે તેની પણ સરકાર દ્વારા સુકાળજી લેવાઈ રહી છે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા અને નિયામકશ્રી, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગરની સુચના અનુસાર કોરોના વાઈસરનું સંક્રમણ ન થાય તથા સોશિયલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તેને ધ્યાનમાં લઈને બજાર સમિતિઓના હોદ્દેદારો, જિલ્લા રજિસ્ટ્રાર, જિલ્લા ખેતીવાડી અધિકારી, અને જિલ્લા બાગાયત અધિકારીશ્રી સહિતના અધિકારીઓ દ્વારા સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં લેવાયેલા નિર્ણય મુજબ સુરત જિલ્લાના માંડવી, મહુવા, બારડોલી, કોસંબા (માંગરોળ), ઉમરપાડા બજાર સમિતિઓ ખાતે અનાજ માર્કેટ યાર્ડ તા. ૧૭/૦૪/૨૦૨૦ થી શરૂ કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. અનાજ માર્કેટનો સમય સવારે ૧૧:૦૦ કલાક થી સાંજના ૪:૦૦ કલાક સુધીનો રહેશે. (જ્યાં શાકભાજી માર્કેટ સવારના સમય દરમિયાન ચાલુ હોય તે બજાર સમિતિ પુરતું) માર્કેટ યાર્ડમાં પોતાનો માલ લઈને આવતા ખેડૂતોને નિયત સુચનાઓનું પાલન કરવું ફરજિયાત છે. અનાજ માર્કેટ યાર્ડમાં પોતાનું ખેત ઉત્પાદન વેચવા ઈચ્છતા ખેડુતે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવીને પોતાનો માલ બજારમાં લાવવાનો રહેશે. આ માટે બજાર સમિતિવાઈઝ નીચે મુજબનાં નંબર ઉપર આવતીકાલ તા.૧૬મી એપ્રિલ, સવારે ૧૦:૦૦ થી બપોરના ૩:૦૦ વાગ્યા દરમિયાન નોંધણી કામગીરીનો પ્રારંભ થશે. ત્યારબાદ દરરોજ સવારે ૧૦:૦૦ થી ૩:૦૦ કલાક દરમ્યાન ખેડુત પોતાનું રજિસ્ટ્રેશન નીચે મુજબના મોબાઈલ નંબર ઉપરથી કરાવી શકે છે. જેમાં બારડોલી એ.પી.એમ.સી. માટે શ્રી કમલેશભાઈ ચૌહાણ(મો. ૯૮૭૯૬ ૫૭૯૦૯) અને શ્રી જયેશભાઈ ગુજરાતી (મો.૯૮૨૫૬ ૪૫૧૬૭), માંડવી એ.પી.એમ.સી. માટે શ્રી સુનિલ ઝેડ.પાટીલ(મો.૯૪૨૮૬ ૩૨૨૯૯) અને શ્રી મુકેશ એલ. ચૌધરી(મો.૯૯૧૩૨ ૦૫૯૯૫), કોસંબા (માંગરોળ) એ.પી.એમ.સી. માટે શ્રી ઇલ્યાસ એન. મલેક (મો.૯૮૭૯૯ ૨૪૪૨૪) અને શ્રી અજીતસિંહ અટોદરીયા(મો.૭૨૦૨૦ ૨૩૦૦૦), ઉમરપાડા એ.પી.એમ.સી. માટે શ્રી દામજીભાઈ વસાવા (મો.૯૯૨૪૭ ૮૫૩૯૧) તેમજ મહુવા એ.પી.એમ.સી. માટે શ્રી અમિત એસ.વ્યાસ(મો.૯૬૮૭૦ ૯૮૪૨૪) અને શ્રી શૈલેષભાઈ રાઠોડ(મો.૯૭૨૭૫ ૮૭૭૪૫) નો સંપર્ક કરવો.ખેડૂતોએ અત્રે ખાસ નોંધ લેવી જરૂરી છે જેમાં, રજિસ્‍ટ્રેશન વગર ખેડુતને માર્કેટના ગેટમાં પ્રવેશ અપાશે નહી. ખેડુતો જે વાહનમાં માલ લઈને આવે તે માલ વાહન ઉપર જ રાખવાનો રહેશે. વેપારીઓ માલનો ભાવ નક્કી કરીને તેમના ગોડાઉન ઉપર સીધો જ માલ અનલોડ કરાવી લેશે. જો કોઈ ખેડુત પોતાનો માલનું સેમ્પલીંગ કરાવી, ભાવ નક્કી કરાવી વેપારીને સીધુ જ ખેત ઉત્પાદન વેચવા ઈચ્છતા હોય તો તેની પણ મંજુરી આપવામાં આવી છે એમ નાયબ નિયામક, ખેત બજાર, ગ્રામ્ય અર્થતંત્ર અને જિલ્લા રજિસ્ટ્રાર, સ.મં., સુરતની યાદીમાં જણાવાયું છે. High light-તા.૧૬મી એપ્રિલ, સવારે ૧૦:૦૦ થી બપોરના ૩:૦૦ વાગ્યા દરમિયાન નોંધણી કામગીરીનો પ્રારંભ થશે... High light-અનાજ માર્કેટ યાર્ડમાં પોતાનું ખેત ઉત્પાદન વેચવા ઈચ્છતા ખેડુતે ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરાવીને કૃષિ ઉત્પાદન બજારમાં લાવવાનું રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application