Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Corona update:સુરત શહેરમાં કોરોનાના કુલ ૪૧૯ શંકાસ્પદ, ૩૫૧ નેગેટિવ, ૬૧ પોઝીટિવ અને ૧૬ રિપોર્ટ પેન્ડીંગ છે:મ્યુ.કમિશનર બંછાનિધિ પાની

  • April 16, 2020 

Tapimitra News-સુરત મહાનગરપાલિકાના મ્યુ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ આજ તા.૧૫મી એપ્રિલના રોજ કોરોના બાબતે અદ્યતન વિગતો આપતાં જણાવ્યું હતું કે, શહેરમાં કોરોનાના ૪૧૯ શંકાસ્પદ કેસો છે, જે પૈકી ૩૫૧ નેગેટિવ રિપોર્ટ નોંધાયા છે. ૬૧ પોઝીટિવ અને ૧૬ રિપોર્ટ પેન્ડીંગ છે. આજે સુરતમાં ૩૩ શંકાસ્પદ કેસો ઉમેરાયા છે, જેમાંથી ૧૬ નવા કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોનાને ફેલાતો અટકાવવાં માટે નિર્ધારિત કરવામાં આવેલા સાત નવા ક્લસ્ટર સહિત કુલ ૧૦ ક્લસ્ટર એરિયામાં તેમજ યેલો ઝોનમાં ૫૯૩ કોન્ટેક્ટ ટ્રેસિંગ ટીમોના ૧૧૦૦ કર્મચારીઓ દ્વારા ક્લસ્ટર હોટસ્પોટમાં સઘન કામગીરી કરવામાં આવી રહી છે. રેડ, યેલો અને ગ્રીન ઝોનમાં એક્ટિવ સર્વેલન્સ અંતર્ગત એ.આર.આઈ.ના કુલ ૩,૭૮૧ સેમ્પલ લેવામાં આવ્યા છે. પાલિકા દ્વારા માસ સેમ્પલ ટેસ્ટીંગમાં કોઈ કચાશ રાખવામાં નહી આવે. જરૂર જણાય ત્યાં બીજી વાર પણ ટેસ્ટ કરવામાં આવે છે. મ્યુ. કમિશનરશ્રી વધુમાં જણાવ્યું કે, ટ્રેકિંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટના ટ્રીપલ ટી એપ્રોચના આધારે હવે જ્યાં કેસો વધી રહ્યા છે તેવા લિંબાયત અને માન દરવાજા વિસ્તારના હોટસ્પોટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આજની સ્થિતિએ કુલ ૨૮૪૭ લોકો હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છે. જેમાં ૨૫૪ સરકારી અને ૨૧ વ્યક્તિઓ પ્રાઈવેટ ક્વોરેન્ટાઇનમાં છે. આમ કુલ ૩૧૨૨ વ્યક્તિઓ ક્વોરેન્ટાઇનમાં છે. પાલિકાના ૧૧ રિલીફ સેન્ટરોમાં ૮૦૦ થી વધુ વ્યક્તિઓ આશ્રયમાં છે. પ્રતિદિન સરેરાશ ૬.૫૩ લાખ લોકોને વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભોજન પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. ૧૨૩૯ દિવ્યાંગ અને વૃદ્ધ ઘર બેઠાં ભોજન આપવામાં આવે છે. મ્યુ. કમિશનરશ્રીએ જણાવ્યું કે, શહેરમાં આજે ધાર્મિક સ્થળો, એ.પી.એમ.સી. બેંકો, સરકારી કચેરીઓ સહિત મેડિકલ સેન્ટરો, ડેરીઓ અને આવશ્યક વસ્તુઓની દુકાનો જેવા મહત્વના સ્થળો સહિત કુલ ૩૦૫૫ સ્થળોએ ડિસઇન્ફેક્શનની કામગીરી કરવામાં આવી છે. આજે સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર લોકો પાસેથી રૂ.૯૩,૦૦૦ દંડ કરાયો છે. હવે માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને રૂ. ૫,૦૦૦ નો દંડ કરવામાં આવે છે, જેમાં આજે ૧૧૧ માસ્ક ન પહેરનારા વ્યક્તિઓને રૂ. ૧,૧૧,૦૦૦ નો દંડ કરવામાં આવ્યો છે. શ્રી પાનીએ લોકડાઉન ૩જી મે સુધી લંબાવાયું હોવાથી સામાજિક સંસ્થાઓએ હજુ પણ ભોજન સેવા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે એમ જણાવી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ શહેરીજનોને જરૂરી કામ વિના ઘરથી બહાર ન નીકળવા, માસ્ક અચૂક પહેરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા તેમજ લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application